અદાણી એન્ટરપ્રાઈઝનો 2000 કરોડનો એફપીઓ 27મીએ ખૂલશે

માર્કેટ લીડર ગ્રુપ અદાણી પર રોકાણકારો મોટો દાવ લગાવશે

27 જાન્યુઆરીથી અદાણી એન્ટરપ્રાઇઝ નો આઈપીઓ  ખુલશે. આઈપીઓ મતલબ ફોલો ઓન પબ્લિક ઓફર આઈ પી ઓ અને એફ પી ઓ માં બહુ ફરક ઈન્વેસ્ટર્સ માટે રહેતો નથી. એફ પી ઓ માં પણ આઈ પી ઓ ની જેમ જ સબસ્ક્રિપ્શન થાય છે.

અદાણી એન્ટરપ્રાઇઝ ના એફ પી ઓ ને લઈને બજારમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપ માં રોકાણકારો ને આ પહેલા ગ્રુપ માં નાણા રોક્યા હોય તેને અનેકગણા નાણા અદાણી ગ્રુપ શેરોમા થયા છે. અદાણી ગ્રુપ માર્કેટ લીડર ગ્રુપ છે અને જયારે એનો એફ પી ઓ આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રોકાણકારો રોકાણ કરશે. એફ પી ઓ મલ્ટીપલ ટાઈમ ભરાવા ની શક્યતા છે.હાલમાં ફાઇનાન્સિયાલ યર 2023 ની ત્રીજા ત્રિમાસિક પરિણામો ની મોસમ છે. પરિણામો સારા આવી રહ્યા છે. દિગજ કંપનીઓ સારું પર્ફોમ કરી રહી છે.

ઉપરાંત એકાદ વીક થી ડોલર સામે રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો છે. ફોરેક્ષ્ રીઝર્વ માં પણ સારો એવો વધારો થયાના સમાચાર છે. સેક્ધડરી માર્કેટમાં પણ સેન્સેક્ષ્ 61000 આસપાસ અને નિફ્ટી 18000 ઉપર ટ્રેડ કરી રહી હોય સેક્ધડરી માર્કેટનો પણ સપોર્ટ એફ પી ઓ ને મળશે. જોકે એફ પી ઓ નું લિસ્ટિંગ કેન્દ્રીય બજેટ રજુ થયા પછી થશે જેને લઈને રોકાણકારો સાવચેતી વર્તી રહ્યા છે. પરંતુ લોકસભા ની ચૂંટણી પહેલાનું આ પૂર્ણ છેલ્લું બજેટ હોય બજેટ થી પણ બજારને સારો આશાવાદ છે. બજેટ સારું આવવાની ધારણા છે. દરેક વર્ગ માટે બજેટ માં કંઈક ને કંઈક રાહત હશે તેવી માન્યતા છે

ઓવર ઓલ અદાણી ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ – સાત વર્ષ માં મળેલા વળતર ને જોતા એફ પી ઓ આસાની થી ઓવર સબ સ્ક્રાઇબ થવાની શક્યતા છે. અદાણી અન્ટરપ્રાઇઝ ના એફ પી ઓ નું લિસ્ટિંગ પાર્ટલી પેઈડ થશે. એલોટમેન્ટ મેળવનાર પાર્ટલી પેઈડ શેરો વેંચી શકશે. હોલ્ડ મની ની રકમ પાર્ટલી પેઈડ શેરો ખરીદનારે જયારે કંપની તરફ થી કોલ આવે ત્યારે ભરવાના રહેશે લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરનારને કોલ ની રકમ ભરવાની જવાબદારી રહેશે નહી.

શેરબજાર ના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝ ના એફ પી ઓ ને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોકાણકારો પુરા જોશથી ઈન્વેસ્ટમેન્ટ કરશે તેમા કોઈ શંકા નથી અને અદાણી એન્ટરપ્રરાઈઝ ના પાર્ટલી પેઈડ શેરો નું લિસ્ટિંગ પણ પ્રીમિયમ થી થવાની શક્યતા છે. અને જો સારા એવા પ્રીમિયમ થી લિસ્ટિંગ થશે તો આવનારા દિવસો માં પ્રાયમરી માર્કેટ માં નવા નવા આઈ પી ઓ મોટા પાયે આવવાની શક્યતા બજાર જોઈ રહ્યું છે.