રાજકોટમાં કોરોના દર્દીઓ માટે 20,000 ફેવીપેરાવીર દવાનો જથ્થો આવતીકાલ સુધીમાં આવવાની શકયતા: ડો. લલીત વાજા

0
45

હોમઆઈસોલેટેડ દર્દીઓની સારવાર માટે ફેવીપેરાવીરની અવેજીમાં પણ પૂરતી દવા ઉપલબ્ધ કરાવતી મહાનગરપાલિકા

કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધીરહ્યું છે. કોરોનાનો બિજો વેવ અતિ ગંભીર છે. દરરોજ કોરોનાના કેસોનો આંક ઉચો આવતો જાય છે. રાજકોટમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળીરહ્યો છે. કોરોનાની ચેઈન તોડવા તંત્ર દ્વારાતમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવારમાં ફેવીપેરાવીર એન્ટી વાયરલ ટેબલેટનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્યારે આ ફેવીપેરાવીર ટેબલેટની રાજકોટમાં અછત વર્તાય રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોમ આઈસોલેટેડ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ધનવંતરી રથ, સંજીવનીરથ મારફતે તેમને દવાઓ, કરવામા આવે છે. ત્યારે 31 માર્ચ સુધી રાજકોટ મહાનગરપાલિકા પાસે 20,000 ફેવીપેરાવીર દવાનો જથ્થો ઉપલબ્ધ હતો. પરંતુ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળતા ફેવીપેરાવીર દવાનો જથ્થાની અછત જોવા મળી છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ સરકાર પાસે એક અઠવાડિયા પૂર્વે 20,000 ફેવીપેરાવીર દવાના જથ્થા માટે માંગ કરવામાં આવી છે. જે આવતી કાલ સુધીમાં આવી શે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ હાલ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની પૂરતી કાળજી લેવામાંઆવે છે. બીજી તમામ દવાઓ ઉપલબ્ધ છે. સંજીવની રથ, ધનવંતરી રથના માધ્યમથી તમામ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવે છે. તેમને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની ચેઈન તોડવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યુ હોવાનું આરોગ્ય અધિકારી ડો. લલીત વાજાએ જણાવ્યું હતુ.

અબતક સાથેની ટેલિફોનીક વાતચીત દરમિયાન આરોગ્ય અધિકારી ડો. લલીતવાજાએ જણાવ્યું હતુકે કોરોનાની સારવારમાં ફેવીપેરાવીર એન્ટી વાયરલ ટેબલેટ આપવામાં આવતી હોય છે. કોરોનામાં ઉછાળો આવતી ફેવીપેરાવીર ટેબલેટની અછત સર્જાણી છે. અમે રાજય સરકાર પાસેથી અઠવાડિયા પહેલા 20,000 માંગી છે. જે આજ અથવા કાલ સુધીમાં પહોચી જશે. અમારીપાસે 3 માર્ચ સુધીમાં 20,000 દવાનો સ્ટોક ઉપલબ્ધ હતો. અછત સર્જાતા અમે સરકાર પાસે દવાની માંગ કરી છે.

અત્યારે હોમ આઈસોલેશનમાં કોઈ દવાઓ ઘટતી નથી. વિટામીન સી, ઝીંક, પેરાસીટામોલ, એડીપ્ટોમાઈઝોન, એસ્કોડબીક એસીડ, એન્ટાસીડ દવાઓ ડ્રાકકફમ માટેના સીરપ ઉપલબ્ધ છે. જે હાલ હોમ આઈસોલેટેડ દર્દીઓને આપવામાં આવે છે. જે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ફેવીપેરાવિર ટેબલેટની સરકાર પાસે માંગ કરી છે. જેનો 20,000 જથ્થો આવતીકાલ સુધીમાં આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here