- Kia મોટર્સ ઇન્ડિયા 23 Mayના રોજ ભારતીય બજારમાં નવી પ્રીમિયમ MPV Carens Clavisલોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની માઇલેજ અને વધુ વિગતો શેર કરી છે.
કારમાં 3 એન્જિન ઓપ્શન હશે. કંપનીદ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડીઝલ એન્જિન સાથે આ કાર 19.54kmpl ની માઈલેજ આપશે. તે જ સમયે, ટર્બો-પેટ્રોલ એન્જિન 7-સ્પીડ ગિયરબોક્સ સાથે 16.66kmpl ની માઇલેજ આપશે.
કંપનીએ ગત 8 મેના રોજ તેનો ખુલાસો કરતા કહ્યું હતું કે . અપડેટેડ MPV Kia Carensના પ્રીમિયમ મોડેલ તરીકે સ્થિત છે. આનો અર્થ એ થાઈ છે કે તેમાં Carens કરતાં વધુ સુવિધાઓ જોવા મળશે.
તેમાં નવી ડિઝાઇન લેંગ્વેજ અને કોસ્મેટિક ફેરફારો સાથે 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ અને લેવલ-2 એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટ સિસ્ટમ (ADAS) જેવા સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે.
તેની શરુઆતની કિંમત 11 લાખ રૂપિયા હોઈ શકે છે
કંપનીએ આ કારને 7 વેરિઅન્ટ સાથે લોન્ચ કરી છે. આમાં HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX અને HTX+નો સમાવેશ થાય છે.ક્લાવિસની કિંમત વર્તમાન Kia Carens કરતા વધુ હોવાની અપેક્ષા છે. તેની એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. તે મારુતિ એર્ટિગા, મારુતિ XL6, Kia Carens અને ટોયોટા રુમિયન સાથે સ્પર્ધા કરશે. આ ઉપરાંત, તેને ટોયોટા ઇનોવા હાઇક્રોસ, મારુતિ ઇન્વિક્ટો અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કરતાં સસ્તી કાર તરીકે પણ પસંદ કરી શકાય છે.