Abtak Media Google News

10મી નવેમ્બરથી નવા સત્રનો પ્રારંભ થશે

ગુજરાતમાં શાળાઓમાં સત્રાંક પરીક્ષાઓ પૂર્ણ થતાં જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળા-કોલેજોમાં આજથી એટલે કે તા.20મી ઓકટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. તા.10મી નવેમ્બરથી નવા શૈત્રણિક સત્રનો પ્રારંભ થશે. 21 દિવસના દિવાળી વેકેશન હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ફરવા માટે બહારગામ જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે આજથી એટલે કે 20 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. 21 દિવસ બાદ ફરીથી સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. શાળાઓમાં સત્રાંક પરીક્ષા પૂર્ણ થતાં જ ઘણીબધી શાળાઓએ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દીધુ છે. આજે 20 ઓક્ટોબરથી શૈક્ષણિક કેલેક્ધડર મુજબ વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે.21 દિવસ સુધી એટલે 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન ચાલશે. ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે. અગાઉ 2 વર્ષ દરમિયાન કોરોનાને કારણે અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં ચાલી રહ્યો હતો.

પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઓફલાઇન અભ્યાસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ વેકેશન મળશે. વેકેશન પૂરું થતા જ સ્કૂલોમાં નવું સત્ર પણ શરૂ થશે.જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા પણ 20મી ઓકટોબરથી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. એટલે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને ભવનોમાં પણ દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. કેટલીક યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ વેકેશન પૂર્ણ થયા બાદ લેવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત બોર્ડની સ્કૂલોમાં તાજેતરમાં જ પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થતાં જ આજથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન પૂરું થતા બીજું સત્ર શરૂ થશે. કોલેજમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ સેમેસ્ટર- 5,3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે. આ વર્ષે સ્કૂલ અને કોલેજમાં રાબેતા મુજબ અભ્યાસ શરૂ થયો હોવાથી સત્ર પણ રાબેતા મુજબ પૂરું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.