Abtak Media Google News

21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આવડી મોટી સંખ્યામાં નૌસેનામાં સંક્રમણનો પહેલો કેસ છે. જો કે, નેવી તરફથી કોઈ નિવેદન હજુ સુધી આવ્યું નથી અને ન તો સંખ્યા કહેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ નૌસેનિક એક નાવિકના સંપર્કમાં આવ્યા હતો, જેનો 7 એપ્રિલે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ તમામ નૌસૈનિક INS-આંગ્રેની આવાસીય સુવિધાઓમાં રહેતા હતા. જે શીપ વેસ્ટર્ન નેવલ કમાન્ડના નેવલ ઓપરેશનને લોજિસ્ટિક્સ અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે.

તમામ આવાસીય બ્લોકેને ક્વૉરન્ટીન કરી દેવાયા અને તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. નક્કી કરેલા પ્રોટોકોલ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેવીનું કહેવું છે કે શીપ અને સબમરીન પર કોઈ સંક્રમણનો કેસ સામે આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.