વીકેન ગ્રુપ દ્વારા 21 આત્મનિર્ભર બહેનોનું સન્માન કરાશે

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે

સફાઈ, પેટ્રોલ પંપ, હોસ્પિટલમાં કામ કરતી, ઓટોરીક્ષા ચલાવતી, શાકભાજી વહેચતી અને ગૃહિણીનું સન્માન થશે

શ્રી હરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વીકેન ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી તા.14ને રવિવારના રોજ 21 આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

ઘરકામ કરતા બહેનો, સફાઈ કર્મચારી, પેટ્રોલ પંપ પર સેવા આપનાર, હોસ્પિટલ, મંદિર, આશ્રમમાં સેવા આપનાર આયા બહેનો, શાકભાજી વહેચતા બહેનો, ઓટોરીક્ષા ચાલક, સામાજીક કાર્યકર્તા અને ગૃહિણીનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ઓડીટોરીયમ, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતે યોજાશે. વધુ વિગતો માટે 7383825050નો સંપર્ક સાધવા જણાવાયું છે. આ કાર્યક્રમની વિગતો આપતા આજરોજ ‘અબતક’ની મુલાકાતે ડો.પીનાબેન કોટક, ડો.તૃપ્તીકોટ, અશોકભાઈ હિંડોચા, રાધીકાબેન વિઠલાણી, આશાબેન સંઘવી, જીતાબેન દત્તાણી, શિવાની કોટક, પ્રફુલભાઈ ચંદારાણા, પરીન મહેતા, અર્ચનાબેન મહેતા, વિરલભાઈ મજીઠીયા, રોહનભાઈ મજીઠીયાએ વિગતો આપી હતી.

રંગ બરસે… બમ્પર હાઉસી મ્યુઝિકલ શો યોજાશે

ગિફટનો ખજાનો બમ્પર હાઉસી સાથે મ્યુઝિકલ-વેનું ધમાકેદાર આયોજન કરાયું છે. જૂનીયર અમિતાભ-ફિરોઝ ધંધુકીયા બહેનોને કરાવશે મોજ સાથે અમદાવાદના સુપ્રસિધ્ધ કલાકાર ડો.મનીષ શાહ, વર્લ્ડ રેકોર્ડર ઈન્ડીયા એવોર્ડ વિનર, દિવ્યાબેન બુધ્ધદેવ, અલ્કાબેન સંઘવી સાથે એન્કરીંગમાં રશ્મિબેન માણેક સહયોગ આપશે. બમ્પર હાઉસીમાં બહેનોને બમ્પર ઈનામોમા ઘરઘંટી, મિકસર, ઈસ્ત્રી જેવા ઈનામો તેમજ બીએસએનએલ તરફથી દરેક બહેનોને રૂ. 450 કિંમતનું કાર્ડ અપાશે.

રાધે મોબાઈલ આરએમસી કોમ્પ્લેક્ષ, ગુરૂપ્રસાદ ચોક દોશી હોસ્પિટલ પાસે વી-કેન પ્રિસ્કુલ 160 શિવધામ સોસાયટી, તોરલ પાર્કની સામે યુનિ.રોડ બાલભવન રેસકોર્ષ,લાલા સુપર માર્કેટ કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતે ફોર્મ મળી શકશે.