Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રીજી લહેરની તૈયારીઓ માટે તંત્ર સજ્જ થયું છે. જેના ભાગરૂપે દુબઇ બીએપીએસ મંદિર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ૨૨ મેટ્રિક ટનનું ઓક્સિજન ટેન્કર આપવામાં આવ્યું છે. ટેન્કરના આગમન સમયે સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. આ તકે સ્વામિનારાયણ મંદિરના સંતો, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અધિક કલેકટર પરિમલ પંડ્યા, સિવિલ અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી અને આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સરકારને સહાય પુરી પાડવામાં આવી છે. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પણ બાકાત નથી. અત્યાર સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ફૂડ પેકેટ, ફૂડ ડીસીઝ સેવા પૂરી પાડવામાં આવી છે. જ્યારે કે બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન અને બેડની અછત વચ્ચે કોવિડ કેર સેન્ટર તેમજ ઓક્સિજન સેવા પૂરી પાડવામાં આવી છે. તો આજે દુબઇથી મંગાવી ખાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૨ મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પૂજન

સંતો, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અધિક કલેકટર પંડ્યા, સિવિલ સર્જન ડો.ત્રિવેદી અને આરએમઓ ડો.ચાવડા રહ્યા ઉપસ્થિત

1622795254592

ઉલ્લેખનિય છે કે આજે દુબઇથી મોકલવામાં આવેલું ઓક્સિજન ટેન્કર બીજા ચરણમાં રાજકોટ આવ્યું છે. અગાઉ પ્રથમ ચરણમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખાતેથી ઓક્સિજન ટેન્કર સેવામાં આપવામાં આવ્યા હતા. જે જામનગર, મોરબી અને પાલનપુર પહોંચાડવામાં આવ્યા હતા.

આજે દુબઇ ખાતે બની રહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ઓક્સિજન લિક્વિડ ટેન્કર મોકલવામાં આવ્યું છે જે ૨૨ મેટ્રિક ટન ઓક્સિજન ટેન્કરની પૂજન વિધિ કરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું છે. આ તકે રાજકોટ બીએપીએસ સંસ્થાના સંતો તથા રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યા તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને આરએમઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.