22 નાયબ મામલતદારોને ચૂંટણીના મહેકમમાંથી છુટા કરી મૂળ જગ્યાએ મુકાયા

2 નાયબ મામલતદારોની નવા સ્થળે બદલી, ચૂંટણીની કામગીરી પૂર્ણ થતાં જિલ્લા કલેકટરે કર્યા ઓર્ડર

રાજકોટ જિલ્લામાં ચૂંટણીની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીના મહેકમમાંથી 22 નાયબ મામલતદારોને છુટા કરીને મૂળ જગ્યાએ પરત મુકવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 નાયબ મામલતદારોની નવા સ્થળે બદલી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે તા.1/9/2022થી તા.31/1/2023 સુધી હંગામી મહેકમ ઉભું કરવામાં આવ્યું હતું. જેની મુદત પૂર્ણ થતાં આ મહેકમમાંથી 22 નાયબ મામલતદારોને છુટા કરી મૂળ જગ્યાએ મુકાયા છે.જ્યારે 2ને નવી જગ્યાએ મુકવામાં આવ્યા છે. એમ.પી. ઉપાધ્યાયને ઝોનલ ઓફિસર-2 – પુરવઠા કચેરી, એમ.એન. સોલંકીને ખાસ જમીન સંપાદન કચેરી, એચ.ડી. રૈયાણીને શિસ્તેદાર-સિટી-2 પ્રાંત, વર્ષાબેન વેગડાને શિસ્તેદાર-સિટી-1 પ્રાંત, એમ.ડી. રાઠોડને શિસ્તેદાર- ગ્રામ્ય પ્રાંત, બી.એચ. કાછડીયાને જસદણ પ્રાંત, જે.એલ. ગોંડલીયાને ગોંડલ પુરવઠા, એસ.કે. ઉંધાડને પશ્ચિમ મામલતદાર કચેરી, વી.વી. સોલંકીને એટીવીટી પ્રાંત ધોરાજી, ડી.વી. મોરડીયાની પડધરી મામલતદાર કચેરી, આર.કે. કાલીયાની શહેર પૂર્વ મામલતદાર કચેરી, વાય.એમ. ગોહિલની સર્કલ શહેર પૂર્વ મામલતદાર કચેરી, એલ.બી. ઝાલાની દક્ષિણ મામલતદાર કચેરી, જે.એમ. દેકાવાડીયાની રાજકોટ તાલુકા મામલતદાર, એચ.જે. જાડેજાની રાજકોટ તાલુકા પુરવઠા, સી.જી. પારખિયાની કોટડાસાંગાણી મામલતદાર, એસ.આર.ગિણોયાની લોધિકા મામલતદાર, જે.એલ. રાજાવાઢાની જસદણ મામલતદાર કચેરી, વી.બી. રથવીની વીંછીયા મામલતદાર કચેરી, એસ.આર.મણવરની ગોંડલ મામલતદાર કચેરી, બી.એમ. ખાનપરાની જેતપુર ગ્રામ્ય મામલતદાર કચેરી, બી.એમ. કમાણીની જામકંડોરણા મામલતદાર કચેરી, ડી.એન. કંડોરિયાની સર્કલ ઓફિસર- ધોરાજી, બી.પી. બોરખતરિયાની ઉપલેટા મામલતદાર કચેરીમાં બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.