- શનિવારે 116 ઇમિગ્રન્ટ્સ અને રવિવારે 112 ઇમિગ્રન્ટ્સને લઈ બે વિમાન અમૃતસર પહોંચ્યા
અમેરિકામાં ગેરકાયેદસર રીતે વસતા અને દેશનિકાલ કરાયેલ ભારતીયોને પરત ધકેલવામાં આવી રહ્યા છે. અગાઉ એક વિમાનને ભારત પરત મોકલ્યા બાદ આ સપ્તાહમાં વધુ ૨ વિમાન પરત મોકલવામાં આવ્યા છે. શનિવારે રાત્રે 116 ઇમિગ્રન્ટ્સ બાદ ગઈ કાલે રાત્રે 112 ઇમિગ્રન્ટ્સને લઈ વિમાન પરત ફર્યું હતું.
શનિવારે રાત્રે અમૃતસરમાં ઉતરનાર યુએસ લશ્કરી વિમાન 116 ડિપોર્ટેડ લોકોને પાછા લાવ્યું, જેમાંથી 65 પંજાબના હતા. 112 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈ જતું ત્રીજું અમેરિકન વિમાન ગઇ કાલે રાત્રે 10.05 વાગ્યે પંજાબના અમૃતસર પહોંચ્યું, જેના કારણે સપ્તાહના અંતે આવનારાઓની સંખ્યા S થઈ ગઈ. અને ૫ ફેબ્રુઆરીથી વર્તમાન દેશનિકાલ કવાયત શરૂ થયા પછી ભારત પરત મોકલવામાં આવેલા લોકોની કુલ સંખ્યા 332 થઈ ગઈ.
તાજેતરમાં આવેલાઓમા હરિયાણાના 44, ગુજરાતના 33, પંજાબના 31, યુપીના બે અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એક-એક વતનીનો સમાવેશ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા ડિપોર્ટેડ લોકોને તેમના વતન પરત મોકલવા માટે જેલ વાન મોકલવાની ટીકા બાદ, ભાજપની આગેવાની હેઠળની સરકારે નવા આવનારાઓને લેવા માટે વોલ્વો બસ મોકલી હતી. ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારનો કોઈ સભ્ય રવિવારે રાત્રે એરપોર્ટ પર નહોતો, જે અગાઉના બે પ્રસંગોથી વિપરીત હતું. પરત ફરનારાઓના પરિવારના કોઈ સભ્ય પણ હાજર નહોતા.
5 ફેબ્રુઆરીની ફ્લાઇટમાં 104 ડિપોર્ટેડ લોકોને લાવવામાં આવ્યા હતા, જે બધાને હાથકડી અને બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. બીજી ફ્લાઇટમાં, 116 ડિપોર્ટેડ હતા, જેમાં ફક્ત પુરુષોને જ બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને બાળકોને બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ડિપોર્ટેડ લોકોની યોગ્ય સારવાર માટે વિનંતી કરવામાં આવી હતી. તેમણે કેન્દ્રને બીજી ફ્લાઇટને અન્ય કોઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવા કહ્યું, પરંતુ તે શક્ય બન્યું નહીં.
લ્યો કરો વાત…ગેરકાયદેસર પરત ફરેલાઓમાં ગુનેગારો પણ મળ્યા !!
હત્યા, જાતીય સતામણી અને લૂંટના કેસમાં સંડોવાયેલા આરોપીઓની કરાઇ અટકાયત
યુએસથી દેશનિકાલ કરાયેલા 116 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો સમૂહ અમૃતસર પહોંચ્યો. ત્યારે હત્યા અને જાતીય સતામણી સહિતના આરોપોમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અને ચોથાની અટકાયત કરવામાં આવી છે. પંજાબના રાજપુરાના પિતરાઇ ભાઇઓ સંદીપ સિંહ અને પરદીપ સિંહ, બંનેના નામ જૂન 2023 માં નોંધાયેલા હત્યાના કેસમાં હતા, તેમને પટિયાલામાં ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હરિયાણાના કુરુક્ષેત્રના પેહોવાના સાહિલ વર્મા પર 2022 માં જાતીય શોષણનો કેસ દાખલ થયા પછી દેશ છોડીને ભાગી જવાનો આરોપ છે. અને લૂંટના કેસમાં બિન જમીન પાત્ર વોરંટ જારી કર્યા બાદ પકડમાં ન આવેલ ગુરુવંદર સિંહ ની ધરપકડ થવાની શક્યતા છે.