Abtak Media Google News

જુનાગઢ જિલ્લામાં શ્રાવળીયા જુગારની મૌસમ ખીલી છે ત્યારે ગઇકાલ રાત્રે જૂનાગઢ જિલ્લામાં ચાર સ્થળે પોલીસે દરોડો પાડ જુગાર રમતા 23 શખ્સોની ધરપકડ કરી મોબાઇલ, રોકડ સહિત 1,06,440નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

પ્રથમ દરોડો જુનાગઢ ગોધપાણી પાટી પાસે  જુગાર રમતા અરૂણ જેઠવા, વિજય રાઠોડ, કલ્પેશ ચુડાસમા, ભાવેશ રાઠોડ, કમલેશ રાઠોડ, ગીરીશ ટીમાણીયા, વિજય ચૌહાણ, મગન વાળા, ધવલ ટીમાલીયાની ધરપકડ કરી 17.860 રોકડા પાંચ મોબાઇલ સહિત 69,860નો મુદ્ામાલ કબ્જે કર્યો છે. બીજો દરોડો જુનાગઢ ખામધ્રોલ રોડ પર આવેલ હેમાવત સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ઇમરાન દલ, હિતેષ ધરજીયા, પ્રશાંત જયસ્વાલ, રાજેશ પીઠવા, અબ્દુલ પલેજાની ધરપકડ કરી રૂા.19.260 રોકડા, 4 મોબાઇલ કબ્જે કર્યા હતાં.

ત્રીજો દરોડો જુનાગઢ જિલ્લાના બાંટવા તાલુકાના રફાળા ગામે જાહેરમાં જુગાર રમતા દિનાનાથ મુરીયાણા, શિવા મુરીયાણા, રામનાથ ગોહેલ, ઉકાભાઇ મુરીયાણા, નિલેષ બાભંલીયાની ધરપકડ કરી 10,320ની રોકડ અને એક મોબાઇલ મળી 10,820ની મુદ્ામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ચોથો દરોડો વિસાવદર તાલુકાના રતાંગ ગામે જાહેરમાં જુગાર રમતા મુકેશ ડેડાણીયા, અજય ડેડાણીયા, મુનેષભાઇ મકવાલા, ધર્મેશની પોલીસે ધરપકડ કરી રૂા.6370નો રોકડ રકમ કબ્જે કરી હતી.

જૂનાગઢમાં દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢમાં સુખનાથ ચોકમાંથી એક શખ્સ હાથ બનાવટનાં દેશી તમંચા સાથે ઝડપાયો છે. જૂનાગઢ એ ડીવીઝન પોલીસે તમંચો કબ્જે કરી કુલ રૂા.25200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના સુખનાથ ચોકમાં કુંભારવાડામાં રહેતો હમીદ હુશેનભાઈ અબુભાઈ હીંગોરા નામના શખ્સ પાસેથી જૂનાગઢ એ ડીવીઝન પોલીસનાં પીએસઆઈ આર.પી.ચુડાસમાએ તેને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી જેને પાસેથી કુલ રૂા.25,200નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયાહાટીના નજીકથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો: એક ફરાર

માળીયા હાટીના તાલુકાના ખોરાસાના મફતીયા પરામાં રહેતો મહેશ કાળા ભાદરકા નામનો શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ ડી. જે. ડાભીને મળેલી બાતમીના આધારે પીએસઆઇ કે.જે. જેઠવા સહિતના સ્ટાફે દરોડો પાડી પ્લાસ્ટિક ના બાચકા માં છુપાયેલો  રૂપિયા 28000 ની કિંમતનો 28 બોટલ દારૂ સાથે મહેશ ભાદરકા ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં વેરાવળના વડોદરા ગામનો જીવા કાના નામના શખ્સ નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

વિસવાદરના કાલાવડ ગામે ઓછા ટકાના ભયથી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

વિસાવદર તાલુકાના કાલાવડ ગામે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઓછા ટકા આવવાના ડરથી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના કાલાવડ ગામે રહેતી પૂનમ દિનેશભાઈ ગેંગડા નામની 20 વર્ષની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ પૂનમ ગેંગડા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં માર્ક ઓછા અવહે તેના વિચારથી પૂનમ ગુમસુમ રહેતી હતી. જેના કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.