- રાજયમાં કોવિડના એકિટવ કેસનો આંક 1109 એ આંબ્યો, 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું મો*ત
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 235 કેસો નોંધાયા હતા. રાજયમાં કોવિડનો નવો વેરિઅન્ટ પણ દેખાવા લાગ્યો છે. જો કે સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની ટકાવારી ખુબ જ ઓછો છે. આરોગ્ય વિભાગ હાલ એલર્ટ મોડ પર આવી ગયું છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. કોરોનાને નાથવા તંત્ર સજજ બની ગયું છે.
રાજયમાં ગઇકાલે સોમવારે અત્યાર સુધીના સૌથી વધુ 235 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજયમાં હાલ કોરોનાના એકિટવ કેસનો આંક 1109 પહોંચી ગયો છે. જે પૈકી 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જયારે 1076 દર્દીઓ ઓપીડી બેઇઝ સારવાર હેઠળ છે. ગઇકાલે રાજયમાં 106 દર્દીઓને કોરોનાને હરાવ્યો હતો. રાજયમાં હાલ કોરોનાના જેએન-1, એલએફ-7, એલએફ-7.9 અને એકસ એફજી એમ કુલ ચાર વેરિઅન્ટ એકિટવ છે. આ તમામ વેરિઅન્ટ સામાન્ય પ્રકારના જ હોવાના કારણે લોકોએ બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી.
દરમિયાન આજે રાજકોટમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આધેડનું મો*ત નીપજ્યું છે. તેમજ અન્ય મલેરિયા અને મુંબઇની ટ્રાવેલીંગ હિસ્ટી ધરાવતા દર્દીઓ સંક્રમિત થયા છે. વોર્ડ નં.8 માં કાલાવડ રોડ પર 36 વર્ષીય યુવાન નરશી પાર્કમાં 3ર વર્ષીય યુવાન, અને મયુરનગરમાં ર6 વર્ષીય યુવાન, વોર્ડ નં.3 માં વર્ધમાનનગરમાં ર6 વર્ષીય યુવાન, અને આકાશદીપ સોસાયટીમાં 44 વર્ષીય મહિલા, વોર્ડ નં. 7 માં હેમુ ગઢવી હોલ પાછળ યુવતિ, વોર્ડ નં. 14માં કેવડાવાડી વિસ્તાર અને વોર્ડ નં. 17માં રાજલક્ષ્મી સોસાયટીમાં 69 વર્ષીય વૃઘ્ધ કોરોના સંક્રમિત થયા છે.
રાજકોટમાં આજ સુધીમાં કોરોનાના કુલ 114 કેસ નોંધાયા છે. જે પેકેટ પ0 ટકાથી વધુ દર્દીઓ એટલે કે 61 દર્દીઓએ કોરોનાને મ્હાત કર્યા છે. જયારે પ3 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. મલેરિયા અને મુંબઇની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા વ્યકિતઓ કોરોનાથી ઝપટમાં આવી ગયા છે. આજે નોંધાયેલા નવ કેસમાં આઠ દર્દીઓ યુવા છે. રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં ગુજરાત બીજા ક્રમે છે.
ગાંધીગ્રામના 55 વર્ષીય આધેડને કોરોના ભરખી ગયો
કોરોનાની ચોથી લહેરમાં દેશભરમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. શહેરમાં નવી લહેરમાં કોરોનાથી ગત મધરાતે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આધેડનું મૃત્યુ નિપજતાં શહેરભરમાં ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. હાલ શહેરમાં કોરોનાના 113 કેસ નોંધાયા છે. જે પૈકી 53 કેસ એક્ટિવ છે. બે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વૃદ્વને કોરોના જેવા લક્ષણો દેખાતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે જ તેઓનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. દરમિયાન મધરાતે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. કોરોના પોઝીટીવ મૃત્તક બ્લડ કેન્સર, ડાયાબિટીસ, બી.પી. અને ફેફ્સાની બિમારીથી પીડાતા હતા. નવા વેરિએન્ટે શહેરમાં પ્રથમ દર્દીનો ભોગ લીધો છે. આજે શહેરમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર 53 દર્દીઓ જ સારવાર હેઠળ છે. બાકીના તમામ કોરોનામુક્ત થઇ ગયા છે. કોરોનાથી શહેરમાં પ્રથમ મોત નિપજતાં થોડો ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આ કેસમાં નવો વેરિએન્ટ હોવાની શંકા છે. જીનોમ સિક્વેન્સીસ રિપોર્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. હાલ કુલ બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બાકીના તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે.