ધોરણ-10ની પૂરક પરીક્ષાનું 24.72 ટકા પરિણામ

23.72 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા જ્યારે 26.25 વિદ્યાર્થીનીઓ ઉતિર્ણ થઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઇ માસમાં લેવામાં આવેલી ધો.10ની પૂરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં 1.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે 1.35 લાખ આસપાસ વિદ્યાર્થીઓ ઉ5સ્થિત રહ્યા હતા. બોર્ડ દ્વારા સવારે 8 વાગ્યે વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ધો.10ની પૂરક પરીક્ષાની રાજ્યનું 24.72 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બોર્ડની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવાઇ હતી. જેમાં 1,58,686 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

જે પૈકી 1,40,509 ઉમેદવારો પરીક્ષામાં ઉ5સ્થિત રહ્યા હતા અને 34,738 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. આમ ધો.10નું પરિણામ 24.70 ટકા જેટલું નીચું આવ્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 23.72 છે જ્યારે વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 26.25 જેટલી નોંધાઇ છે.

20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 189 જેટલી છે. માર્ચ-2022માં બેઝીક ગણિત સાથે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ જેઓ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા નોંધાયા હતા. તેવા 3,367 ઉમેદવારો પૈકી 3,191 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2,286 ઉમેદવારો પાસ થયા હતા.