- બ્રેઈન સ્ટોકના દર ચાર કેસમાંથી એક કેસ 45 થી ઓછી ઉંમરના દર્દીનો
બ્રેઈન સ્ટ્રોક, એક એવી સ્થિતિ જેમાં લોહી ગંઠાઈ જવા અથવા રક્તવાહિની ફાટવા જેવા કારણોસર મગજમાં લોહીનો પ્રવાહ અટકાય જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર એક લાખ લોકોમાંથી આશરે 105 થી 152 વ્યક્તિઓને બ્રેન સ્ટોક થાય છે તેમજ આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 25% દર્દીઓ 45 વર્ષ કરતા પણ ઓછી ઉંમરના જોવા મળે છે.
વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન (WSO) ના પ્રમુખ ડૉ. જયરાજ પાંડિયનએ જણાવ્યું હતું કે કુલ કેસોમાં, લગભગ 25%, અથવા દર ચાર કેસમાંથી એક, 45 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓનો સમાવેશ થાય છે. ડૉ. પાંડિયન ગઇ કાલે ‘સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર્સ: ફ્રોમ મિકેનિઝમ્સ ટુ મેડિસિન’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી સ્ટ્રોકનો વ્યાપ વધી રહ્યો છે, અને ચિહ્નો અને લક્ષણો અંગે જાગૃતિ વધવાને કારણે વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
આજે, વધુ દર્દીઓ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે દર ચાર દર્દીઓમાંથી એક વ્યક્તિ 45 વર્ષથી ઓછી ઉંમરનો છે,” તેમણે કહ્યું. “જો સમયસર સારવાર ન કરવામાં આવે તો, તે લાંબા ગાળાની અપંગતા તરફ દોરી શકે છે.” તેમણે ઉમેર્યું કે ભારતમાં, ખાસ કરીને કોલકાતા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં, વસ્તી-આધારિત સ્ટ્રોક રજિસ્ટ્રીઓ અને સ્ટ્રોકનું કારણ અનુક્રમે લગભગ 32% અને 65% મગજ રક્તસ્રાવનું પ્રમાણ દર્શાવે છે.
લુધિયાણાના મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પાંડિયને ઉમેર્યું હતું કે “લગભગ 90% સ્ટ્રોક ઘટનાઓ અટકાવી શકાય તેવી છે અને તેથી અમે નાગરિકોને તેમના બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરવાની અને તેને નિયંત્રણમાં રાખવાની સલાહ આપીએ છીએ.”
ચંદીગઢના પ્રોફેસર ધીરજ ખુરાનાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં, સ્ટ્રોકના કેસોને ઓળખવા માટે ચિકિત્સકો અને પેરામેડિકલ સ્ટાફને શિક્ષિત કરવાના પ્રયાસો ચાલુ છે. દર્દીઓને વધુમા વધુ ઝડપથી સારવાર મળે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. મોટી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ શામેલ છે. સમયસર સારવાર ગંઠાવાને ઓગાળી શકે છે અને વ્યક્તિને સ્ટ્રોકની લાંબા ગાળાની અસરોથી બચાવી શકે છે,” તેમણે કહ્યું.