Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઈઓયુ કલસ્ટર સપવાની સાથો-સા ઉત્પાદકતા વધારવા મેન્યુફેકચરીંગ ઝોન માટે પણ તૈયારીઓ: સૌરાષ્ટ્રના બંદરોને વિકસાવી સંપૂર્ણ ઉપયોગ કરવાની યોજના

મોદી સરકાર એકસ્પોર્ટ ઓરીએન્ટેડ યુનિટસ (ઈઓયુ)ના માધ્યમી સૌરાષ્ટ્રમાં ખેતીનો ઉદ્યોગની જેમ વિકાસ કરવા માંગે છે. આ માટે યુએઈ સોના કરારને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ ઉપરાંત હવે સરકાર ઉત્પાદકતા વધારવા માટે મેન્યુફેકચરીંગ કલસ્ટર માટે માસ્ટર પ્લાન્ટ તૈયાર કરી રહી છે. દરિયાઈ માર્ગે વ્યાપાર વાણીજય કરવા સરકારની મહેચ્છા છે. સરકારે અગાઉી જ મેન્યુફેકચરીંગ કલસ્ટર માટે જ વિવિધ પ્રોજેકટોનું સંકલન કરી રાખ્યું છે.

દરિયાઈ માર્ગે તા વેપાર વાણીજય એકંદરે અન્ય માર્ગ કરતા સસ્તા પડે છે. સૌરાષ્ટ્રને વિશાળ દરિયાઈ પટ્ટીનો લાભ મળે છે. સરકાર હાલ સૌરાષ્ટ્રના બંદરોની આસપાસ મેન્યુફેકચરીંગ કલસ્ટરની સપના કરે તેવી સંભાવના છે. સાગરમાલા પ્રોજેકટ અને ભવિષ્યના ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો સીધો ફાયદો પણ સૌરાષ્ટ્રને વાનો છે. સરકારનો ધ્યેય ર્અતંત્રમાં ઉત્પાદકતાનો ફાળો ૨૫ ટકા સુધી વધારવાનો છે. જેના માટે સરકાર ચીનની જેમ ભારતમાં પણ મેન્યુફેકચરીંગ કલસ્ટર શરૂ કરવા માંગે છે.

મોદી સરકારનો માસ્ટર પ્લાન નીતિ આયોગના ચીફ એકઝીકયુટીવ ઓફિસર અમિતાભ કાંતની કમિટિ સંભાળશે. સમગ્ર પ્લાનને જૂની ઓગષ્ટ દરમિયાન આખરી ઓપ આપવામાં આવશે. પ્લાનની અમલવારીની જવાબદારી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશનની રહેશે. આ ડિપાર્ટમેન્ટ કેબીનેટ સમક્ષ પ્લાનને મંજૂરી માટે મોકલશે. ઉત્પાદકતા વધારી માલ-સામાનને બંદરોના માધ્યમી એક સ્થળે બીજે સ્થળે મોકલવામાં આવશે. સરકાર સૌરાષ્ટ્રના બંદરો ઉપર આ માટે ધ્યાન કેન્દ્રીત કરે તેવી આશા છે. સરકાર સૌરાષ્ટ્રમાં બંદરો નજીક જ મેન્યુફેકચરીંગ કલસ્ટર સપી શકે તેમ છે.

મેન્યુફેકચરીંગ પ્લાન માટે સરકાર સીંગલ વિન્ડો કલીયરન્સની વ્યવસ પણ કરશે જેનાથી મેઈક ઈન ઈન્ડિયાને બુસ્ટર ડોઝ મળશે. સરકાર ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટને ઝડપી બનાવશે. મેન્યુફેકચરીંગ પ્લાન માટે તમામ મંજૂરીઓ ઝડપી મળે તે માટે પણ સરકારે કામગીરી આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.