Abtak Media Google News
  • ગામતળની જમીનમાં પણ 30 માળની મંજૂરી મળશે
  • વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા જીડીસીઆરમાં મોટા ફેરફાર: જૂની સ્કૂલ અને હોસ્પિટલની બિલ્ડીંગોને રિ-ડેવલપમેન્ટની પરવાનગી મળશે: નોટિફીકેશનની રાહ જોતું તંત્

ગુજરાત સરકાર દ્વારા બાંધકામના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર)માં સુધારો કર્યો છે. જેમાં હવે ગામતળની જમીનમાં પણ 30 માળ બનાવવા માટે બિલ્ડરોને મંજૂરી આપવામાં આવશે. નવા જીડીસીઆરનો સૌથી મોટો ફાયદો સુરત શહેરને થશે. જેમાં સુરતને હાઇસ્પિડ કોરીડોર પર 4.4ની એફએસઆઇ આપવામાં આવશે.

જીડીસીઆરમાં કરવામાં આવેલા ફેરફારથી રાજકોટના બિલ્ડરોને કેટલો ફાયદો થશે તે માટે રૂડા અને મહાપાલિકાના તંત્ર ઉપરાંત બિલ્ડર લોબી પણ રાહ જોઇ રહી છે.

જીડીસીઆરમાં કરવામાં આવેલા ફેરફારથી બિલ્ડરોને મોટો ફાયદો મળશે. નવા નિયમ મુજબ સરકારે જંત્રીના 40 ટકા દરના ચુકવણીથી ખુલ્લી જમીનમાં એફએસઆઇ આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનીકેશન ઝોનમાં હાલ મળતી એફએસઆઇ 1 થી વધારી 1.50 કરવામાં આવી છે. અગાઉ રિ-ડેવલપમેન્ટ પોલીસીમાં 9 મીટર કે તેથી ઓછી પહોળાઇના રસ્તા પર બાંધકામના મંજૂરી આપવામાં આવતી ન હતી. હવે રિ-ડેવલપમેન્ટની પોલીસીમાં 9 મીટરથી પણ નાના રોડ પર ફ્લેટ બાંધવા માટે મંજૂરી આપવામાં આવશે. જેટલા યુનિટ હશે તેટલા જ ફ્લેટ બનાવવાના રહેશે. આ નિર્ણયથી અમદાવાદ શહેરને મોટો ફાયદો થશે. અત્યાર સુધી શાળા કે હોસ્પિટલને રિ-ડેવલપમેન્ટની મંજૂરી આપવામાં આવતી ન હતી. પરંતુ હવે 25 વર્ષ જૂની શાળા અને હોસ્પિટલોમાં હયાત પ્લોટ જેટલી જ બાંધકામની મંજૂરી આપવામાં આવશે. સાથોસાથ તેઓ કોમર્શિયલ બાંધકામ પણ કરી શકશે. જેમ કે હોસ્પિટલના સંચાલકો દ્વારા રિ-ડેવલપમેન્ટના કિસ્સામાં હોસ્પિટલો ઉપરાંત મેડિકલ સ્ટોર, લેબ કે મેડિકલના સાધનોના વેંચાણ માટે દુકાનોનું નિર્માણ કરી શકશે. જ્યારે શાળાની બહાર સ્ટેશનરી કે ગણવેશની દુકાનો બનાવી શકશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા નિયમોમાં અગાઉ આર-1 અને આર-2 ઝોનમાં 30 માળથી વધુની બિલ્ડીંગની મંજૂરી મળતી હતી જે હવે ગામતળમાં પણ મળશે. સાથોસાથ બિલ્ડીંગમાં પાર્કિંગ, લિફ્ટ અને સિડીના બાંધકામને બાદ આપવામાં આવશે.

પાર્કિંગની ઉંચાઇને બાદ કરી બિલ્ડીંગની ઉંચાઇ ગણવામાં આવશે. હાઇરાઇઝ બિલ્ડીંગમાં હોલ ઓફ પ્લીંથની હાઇટમાંથી બિલ્ડીંગની હાઇટ ગણાશે નહિં. સુરત શહેરને નવા જીડીસીઆરથી ખૂબ જ મોટો ફાયદો થશે. જેમાં હાઇસ્પીડ કોરિડોરમાં 4.4 એફએસઆઇ અને કામરેજ-પલસાણામાં 4 ની એફએસઆઇ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.