Abtak Media Google News
લોક અદાલતમાં કેસો મુકવાથી બંને પક્ષની જીત થાય છે: આર. આર. ઝીબા

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ રવિવારના રોજ લોક અદાલતોનું આયોજન કરાયું હતું.જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાધાન લાયક કુલ 4774 કેસ હાથ પર લેવાયા હતા.

જેમાંથી 2571નો નિકાલ કરાયો અને રૂ.,9,58,47,694નું સેટલમેન્ટ કરાયું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના ઉપક્રમે કાનૂની સેવા સત્તામંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલા તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા પ્રિલિટિગેસનના કેસોનો નિકાલ થાય તેમજ અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે માટે લોકઅદાલતોનું આયોજન કરાય છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા તથા મુખ્ય ન્યાયાધીશ પી.એસ.ગઢવીના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઇમ સેક્રેટરી આર.આર.ઝીબા સહિત ટીમે પ્રયાસ હાથ ધર્યા હા. આર.આર. ઝીબાએ જણાવ્યું કે લોક અદાલતમાં કેસો મુકવાથી બન્ને પક્ષની જીત થાય છે કોઇ એક પક્ષને હાર કે જીત થતી નથી.

જિલ્લાભરની કોર્ટમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેઇમ પિટિશન, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના, ચેક રિટર્નના કેસો, ભરણપોષણના કેસો, ફેમિલી કેસો, જમીન વળતરના કેસો,મજૂર કાયદાને લગતા કેસો, મહેસૂલી તકરારને લગતા કેસો, વીજ તથા પાણીને લગતા કેસો ભાડાના, બેંક વસૂલાત સુખાધિકાર, હક્ક, મનાઇ હુકમ દેવાના વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પેન્ડિંગ 660 હાથ પર લઈ 416નો નિકાલ કરી રૂ.8,29,27,295 રકમનું સેટલમેન્ટ કરાયું હતું.સ્પેશિયલ સિટિંગના 825 કેસ હાથ પર લઈ 675નો નિકાલ કરાયો હતો. પ્રિલિટિગેશન 3221 કેસ હાથ પર લઈ 1446નો નિકાલ કરાયો. ફેમિલી કોર્ટના 65 કેસ હાથ પર લઈ 37નો નિકાલ કરાયો હતો. પતિ-પત્નિ વચ્ચે વિવાદ સહિત અલગ અલગ કેસનું સમાધાન કરાયું હતુ.

લોક અદાલતમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી.આર.વ્યાસ પાસે પતિ-પત્નીનો કેસ આવેલો જેમાં પત્નીએ પતિ સામે જ રૂ.62,400 ભરણપોષણની ચડત રકમ વસૂલ કરવા અંગે કેસ કર્યો હતો. જેમાં વકીલ આર.જે.ત્રિવેદી, એની.બી. લખતરીયાની સમજાવટ બાદ બન્ને વચ્ચે સહમતી કરાઇ હતી.જ્યારે તેમના દ્વારા અન્ય જિલ્લાની કોર્ટમાં ચાલતા અન્ય કેસો પણ પરત ખેંચવા સહમત થતા વિવાદનો અંત આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.