- દીકરીઓ સમૃધ્ધ કરિયાવર આપી અશ્રૃભીની આંખે સાસરે વળાવાશે
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જય વેલનાથ યુવા મંચના સભ્યોએ આપી માહિતી
જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા અધ્યક્ષ દેવભાઇ કોરડીયા નેતૃત્વ હેઠળ રાજકોટ શહેરના આંગણે અઢારે વરણને સાથે રાખીને સર્વે જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું અતિ ભવ્યશાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે તારીખ 02/03/2015 રવિવારના રોજ સાંજે 4.30 થી રાત્રે 10.00 કલાક સુધી કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, રીયલ મેળાના ગ્રાઉન્ડ ખાતે આ પ્રસંગ યોજાશે. આ ભવ્યાતિભવ્ય આયોજનમાં ધાર્મિક, અનેક રાજકીય મહાનુભાવો, સામાજીક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે તેમજ પોલિસમિત્રો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોક્ટરો, ઉચ્ચકક્ષાના સરકારી અધિકારીઓ, વકિલો, શિક્ષકો, વિવિધક્ષેત્રના તમામ સમાજની સંસ્થાના હોદ્ેદારો હાજર રહેશે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં સુભાષએ જણાવ્યું હતું કે જય વેલનાથ યુવા મંચ અને સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ સમિતિના તમામ કાર્યકરોના મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમુહ લગ્નમાં દિકરીઓને કરિયાવરમાં સ્માર્ટ ટી.વી., સોનાની બુટી, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીનો કયારો, સેટી, કબાટ કુલ 111 (એકસો અગિયાર) અમુલ્ય અને કિંમતી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ સમુહ લગ્નમાં લગ્ન મંડપ અલગ અને અનોખા શાહી મંડપમાં દિકરીઓના લગ્ન કરવામાં આવશે. જાનૈયા અને માંડવીઆ બન્ને પક્ષ માટે સ્વરૂચિ ભોજન સમારંભની અદ્ભૂત વ્યવસ્થા રાખેલ છે. તમામ મહાનુભાવોનું શાહી સ્વાગત કરવામાં આવશે. આ લગ્નમાં શરણાઇ, ઢોલ, છત્રીઓ તેમજ મધુર લગ્નગીત રાખેલ છે. નાત-જાતના ભેદભાવ વગર સર્વે સમાજની 26 લાડલી દિકરીઓ લગ્ન સંસ્કારથી જોડાશે. જે દિકરીઓના પિતા ન હોય તેવી દિકરીઓના પાંચ વર્ષ સુધી મામેરા પણ જય વેલનાથ યુવા મંચ દ્વારા આપવામાં આવશે. તેમ જય વેલનાથ યુવા મંચ પ્રેરિત સર્વે જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ આયોજન સમિતિએ જણાવ્યું હતું.