Abtak Media Google News

મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2 લાખ 35 હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે 263 કરોડની સહાય આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ-19ની વિપરિત સ્થિતિમાં આર્થિક રીતે વધુ અસર પામેલા નાના શેરીફેરિયાઓને ફરી બેઠા કરવા આ યોજના દેશભરમાં અમલી કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી ડો. ભાગવત કરાડ, નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અન્વયે 26 શેરી ફેરિયાઓને  કુલ 6 લાખ 10 હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કર્યા હતા.

Img 20220730 Wa0129

તેમણે આ યોજનામા સક્રિય યોગદાન આપનાર વિવિધ બેંકના અધિકારીઓને સન્માનિત કર્યા હતા.કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા,રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અગ્રણીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના માનવીને આવી સહાય આપી બેઠા કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર 100 ટકા સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Img 20220730 Wa0135

સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે દેશના ગરીબ અને રોજનું કમાઈ રોજ ખાનારા નાના લારી ગલ્લા વાળા લોકો અને શેરી ફેરિયાઓ માટેની આ યોજનાના  લાભ તેમના સુધી વ્યાપક રીતે પહોંચાડવામા નગર પાલિકા , મહાનગર પાલિકાના સૌ પદાધિકારીઓને પ્રદેશ અધ્યક્ષ એ આહવાન કર્યું હતું.

Img 20220730 Wa0129

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ  નાના માનવીના આર્થિક ઉત્થાનને દરેક યોજનાઓમા કેન્દ્ર સ્થાને રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.