Abtak Media Google News

જ્ઞાન વિજ્ઞાન પુસ્તક, ગણિત-વિજ્ઞાન, આરોગ્ય વર્ધક, નોટ-સિક્કા પ્રદર્શન સાથે વ્યસન મુકિત અભિયાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

મવડી પ્લોટ વિસ્તારની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા કર્મયોગી એજયુકેશનલ ઝોનના કર્મયોગી સ્કૂલ, વંદે માતરમ પ્રાથમિક શાળા, વંદે માતરમ સેક્ધડરી અને હાયર સેક્ધડરી સ્કૂલ તથા ક્રિએશન કોલેજના સંયુકત ઉપક્રમે કર્મયોગી એજયુકેશનલ ઝોન, ન્યુ માયાણીનગર મેઈન રોડ, મવડી પ્લોટ ખાતે આગામી ૨૬મીથી ૨૮મી સુધી ત્રિદિવસીય, જ્ઞાન-વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન, સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, આરોગ્ય વર્ધક પ્રદર્શન, કારર્કિદી માર્ગદર્શન, વિવિધ ચાર્ટ મોડેલ, વ્યસન મુકિત અભિયાન ચલણી નોટ-સિક્કા પ્રદર્શન વગેરેનું  સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાળકોમાં રહેલી સુશુપ્ત શકિતને પ્રદર્શિત કરતું આ એકસ્પો-૨૦૧૭ જાણવા અને માણવા જેવું છે.

આ પ્રદર્શનનું ઉદઘાટન ૨૬મીએ સવારે ૯ કલાકે મેયર ડો.જયમનભાઈ ઉપાધ્યાય હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શિક્ષણવિદ ‚ગનાથભાઈ દલસાણીયા, ચેતનભાઈ રામાણી, અરવિંદભાઈ દોમડીયા, ડો.જયદીપસિંહ ડોડીયા, ડો.વલ્લભભાઈ કથીરિયા તથા ડો.મિતુલ સોજીત્રા ઉપસ્થિત રહી કાર્યક્રમ શોભાવશે. આ પ્રદર્શનમાં શિક્ષકોના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓમાં વિદ્યાર્થીઓની કલ્પના શકિત અને સર્જનાત્મક શકિતના દર્શન થશે. ૨૭મીએ રાત્રે ૮:૩૦ કલાકે વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા માટેનો જાગૃતિ કાર્યક્રમ યોજાશે. જેમાં જાહેર જનતા પણ કાર્યક્રમને નિહાળી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રિદિવસીય પ્રદર્શન સવારે ૯ થી સાંજના ૬:૩૦ કલાક સુધી નિહાળી શકાશે. ૨૮મીએ સાંજે ૬ કલાકે પ્રદર્શન સમાપન કરવામાં આવશે. જેમાં તેજસ્વી તારલા અને પ્રતિભાઓનું સન્માન આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં સ્વાદિષ્ટ અને આરોગ્ય વર્ધક ફૂડ ઝોન પણ રાખવામાં આવ્યું છે જેનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે. પ્રદર્શનને નિહાળવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંચાલક ડો.શાંતિલાલ વીરડીયા તથા માનદમંત્રી ગીતાબેન સખીયાએ જાહેર જનતા તથા વિદ્યાર્થીઓના વાલીઓને અનુરોધ કર્યો છે.

કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય પ્રજ્ઞેશભાઈ લીંબાણી, દક્ષાબેન જોશી, પ્રફુલભાઈ મહેતા, પરાગભાઈ વારા, જીજ્ઞેશભાઈ કોઠડીયા, હીનાબેન ટાંક, ભૂમીબેન તળાવિયા, રેખાબેન ગાજીપરા, ચંદ્રિકાબેન સવસાણી, રેખાબેન પોપટ, વર્ષાબેન વસોયા, સરોજબેન ઘોડાસરા, જયશ્રીબેન ગોધાણી, હીનાબેન ધોળકિયા, શારદાબેન પુરોહિત, હેમાક્ષીબેન પરમાર, પુજાબેન ગાધેર, ચેતનાબેન દવે, નીકીતાબેન વસોયા, જલ્પાબેન ગજેરા, નમ્રતાબેન પાંભર, અનિતાબેન મારકણા, પ્રવીણભાઈ ગોંેડલીયા, નીતાબેન જરગલિયા, રવિભાઈ નંદાસણા, ધવલભાઈ ગોહિલ, કાશ્મીરાબેન કપુપરા, હર્ષાબેન વાણીયા, જયેશભાઈ દાફડા, કિરણબેન ગજેરા, કૌશલભાઈ જોશી, વર્ષાબેન રોજીવાવાડીયા, વિશાલભાઈ વૈષ્નાણી, દેવાંગભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.