Abtak Media Google News
  • કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિમેન્સ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે
  • ટુર્નામેન્ટના અઘ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સિન્ડિકેટ સભ્ય ડો.મહેશ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,સૌરાષ્ટ્રના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને એ.એમ.પી ગવર્મેન્ટ લો કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ટેબલ ટેનિસ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી કોલેજના 28 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી.

Photo 2022 08 04 14 18 51 1

ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સીન્ડીકેટ સભ્ય ડો.મહેશભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.

Photo 2022 08 04 14 18 52

મળતી માહિતી મુજબ ભાઈઓની આજે ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 28 ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો અને સેમી ફાઇનલ મેચમાં રાજકોટની જસાણી કોલેજ પ્રથમ મેચમાં વિજેતા રહી હતી અને આ લખાઈ રહ્યું છે ત્યારે બીજો સેમીફાઇનલ મેચ એસ.એસ.પી.જૈન કોલેજ અને સી.યુ.શાહ કોલેજ વચ્ચે રમાઈ રહ્યો હતો જેની વિજેતા ટિમ જસાણી કોલેજ સાથે ફાઇનલમાં ટકરાશે. આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્દોર સ્ટેડિયમ ખાતે સવારે 10 કલાકથી બહેનોની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.