૨૮% ટેક્સ રૂ.૫૦,૦૦૦ કરોડના લોટરીના ધંધાને “આભડી” જશે!!

જીએસટી લાગતા લોટરીવાળાઓની લોટરી “ગુલ”!!

ટેકસ લદાતા લોટરી ટિકિટની કિંમતોમાં વધારો અથવા જાહેરાતની સરખામણીએ ઈનામોની રકમમાં થશે ઘટાડો??

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે લોટરી, સટ્ટો અને ગેમ્લીંગ પર લગાવવામાં આવતા જીએસટીને કાયદેસર ગણાવ્યો છે. સુપ્રીમનાં આ ચૂકાદા બાદ લોટરીવાળાઓની લોટરી ‘ગુલ’ થઈ જવાની છે. કારણ કે ભારતમાં અંદાજે ૫૦,૦૦૦ કરોડ રૂપીયાનો લોટરીનો કારોબાર ધમધમે છે જેની ઉપર ૨૮ ટકા જીએસટીનો દર અમલી બનશે. આ ૨૮ ટકા ટેકસ ૫૦ હજાર કરોડના લોટરીના બીઝનેશને ‘આભડી’ જાય તેવા સંજોગો ઉભા થયા છે. સુપ્રીમનાં ચૂકાદા બાદ લોટરી ધંધા પર ટેકસની ગણતરીને લઈને મોટી ગડમથલ ઉભી થઈ છે.

શરતોનાં આધારે ધમધમતા ધંધા એટલે કે સટ્ટો, ગેમ્લીંગને લોટરી ઉપર દેશની સર્વોચ્ચ અદાલતે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ યોગ્યતો ગણાવ્યો છે. પણ આ બિઝનેશ કે જે અટકળોની આધારે ચાલે છે તેની ઉપર ટેકસની ગણતરી કરવી કઈ રીતે ?? જેવા પ્રશ્ર્નો ઉભા થયા છે. જોકે, સુપ્રીમે તાજેતરનાં ચૂકાદામાં જણાવ્યું હતુ કે, જે લોકો લોટરીની ટીકીટ જીતી ચૂકયા છે. અને નાણાં તેમના હાથમાં આવી ગયા છે. તેમના પર આ નિર્ણયની અસર નહી થાય પરંતુ સમગ્ર કારોબાર પર જ જીએસટી લાગુ થશે.

ભારતમાં સિકિકમ, ગોવા, પંજાબ, મહારાષ્ટ્ર અને કેરળમાં મોટાપાયે લોટરીનો ધંધો ધમધમે છે. જેની કિંમત ૫૦ હજાર કરોડ છે. હવે આ ઉપર જીએસટી લાગતા લોટરી વિક્રેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે ગ્રાહકો પાસેથી જ ટેકસ વસુલી કરશે તેમાં કોઈ બેમત નથી. લોટરી વિક્રેતાઓ કાંતો લોટરી ટીકીટની કિંમત વધારી દેશે અથવા તો લોટરીમાં અપાતી રકમ ઘટાડી દેશે પરંતુ આ અંગે કરદાતાઓનું કહેવું છે કે, આમ કરવું લગભગ શકય નથી.

સુપ્રીમે ચૂકાદામાં મહત્વપૂર્ણ આદેશ આપતા જણાવ્યુંં હતુ કે, લોટરી ટિકીટના વેચાણ દ્વારા ગ્રાહકોને આપવામાં અવતી સેવાઓનાં મૂલ્યથી ઈનામની રકમનું મૂલ્ય ઘટાડી શકાતું નથી અમૂક પ્રકારની ખાસ ઈનામની જોગવાઈ કરદાતાઓ ઘટાડી શકે નહિ. ઉલ્લેખનીય છેકે લોટરી બિઝનેશ સટ્ટા અને ગેમ્બલીંગ પર વસુલાતા જીએસટી વિરૂધ્ધ લોટરી ડિલર સ્કિલ લોટ્ટો સોલ્યુશન્સ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી.જેમાં જણાવાયું હતુ કે, સરકાર દ્વારા વસુલાતો કર ગેરકાયદે છે. જીએસટીનાં નિયમો મુજબ સમાનતાના અધિકારનું પણ ઉલ્લંઘન છે.