Abtak Media Google News

જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં ૩૩ નોન ગેઝેટ પદો માટે જાહેર થયેલી જગ્યાઓ પર દેશભરના લાયક ઉમેદવારો અરજી કરી શકશે

ભારતને આઝાદીકાળ આંતકવાદ સહીતના મુદ્દે પીડતી કાશ્મીરની સમસ્યાનો કેન્દ્રની મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એ ને દુર કરીને કુનેહપૂર્વક ઉકેલ લાવ્યો છે. આ ઉકેલના ભાગરુપે એક રાજયમાંથી બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેચાયેલા જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવખત ભારતીયો માટે રોજગારીના દ્વાર ખુલ્લા છે જમ્મી-કાશ્મીર હાઇકોર્ટે જાહેર કરેલી ૩૩ નોન ગેઝેટ જગ્યાઓ માટે ભારતભરના નાગરીકોને આ પ્રકારની શૈક્ષણિક અને અનુભવની લાયકાત ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવા આવી છે. અત્યારે સુધી જમ્મુ-કાશ્મીર રાજયમાં રાજયસરકાર હસ્તકની નોકરીઓ સ્થાનીક રહેવાસીઓ માટે મર્યાદિત રાખવામાં આવતી હતી.

7537D2F3 23

જમ્મુ કાશ્મીર હાઇકોર્ટે જાહેર કરેલી જાહેરાતામાં સ્ટેનોગ્રાફર, ટાઇપિસ્ટ અને ડ્રાઇવરની નોકરી શામેલ છે. કોઈપણ અરજદાર એકથી વધુ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અનામત પદો માટેની ચૂંટણી જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન રૂલ્સ ૨૦૦૫ હેઠળ યોજાશે જેમાં જણાવાયું છે કે ’આ નોકરી કાયમી રહેવાસીઓની તરફેણમાં હશે’. જાહેરાતમાં કુલ ૩૩ જગ્યાઓમાંથી ૧૭ બિનઅનામતે કેટેગરીમાં છે, એટલે કે જમ્મુ-કાશ્મીરની બહારના કોઈપણ વ્યક્તિને આ પોસ્ટ્સ માટે પસંદ કરી શકાય છે. અગાઉ, ભાજપના પ્રાદેશિક એકમોએ તાજેતરમાં દિલ્હીમાં તેમના પક્ષના ટોચના નેતાઓને એક નિવેદન રજૂ કર્યું હતું. તેમણે માંગ કરી છે કે કાશ્મીરી યુવાનોને નોકરીમાં ભરતી કરતા પહેલા ’થોડી છૂટ’ આપવામાં આવે.ભાજપના એકમોએ માંગ કરી હતી કે ૨૦ વર્ષથી રાજ્યમાં રહેતા ભારતીય નાગરિકોને રાજ્યના કાયમી રહેવાસી માનવામાં આવે. ભાજપના જમ્મુ એકમના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓને આશા છે કે કેન્દ્ર સરકાર માત્ર એસસી, એસટી અને ઓબીસી કેટેગરીને અનામત આપવાને બદલે રાજ્યના તમામ કાયમી રહેવાસીઓને અનામત આપશે.જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોની બહારના લોકોએ ઓનલાઇન અરજીઓ દ્વારા જમ્મુના રજિસ્ટ્રાર જનરલને ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. કાશ્મીર અને લદાખમાં રહેતા લોકોએ તેમની અરજીઓ સ્થાનિક જિલ્લા ન્યાયાધીશોને સુપરત કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.