- ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 3 દિવસ NAACનું ઈન્સ્પેકશન
- 42 ભવનમાં શૈક્ષણિક-માળખાકીય બાબતો ચકાસશે
- 10 વર્ષ બાદ NAACના 7 સભ્યોની ટીમ ઈન્સ્પેકશન કરશે
આજે વિભાગીય વડાઓ સાથે શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરશે. તેમજ વિવિધ 42 ભવનમાં શૈક્ષણિક-માળખાકીય બાબતો ચકાસશે.
અનુસાર માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટી ખાતે નેકની ટીમ એક્રેડિટેશન માટે નેકના ત્રીજા તબક્કાના ઈન્સ્પેક્શન માટે ત્રણ દિવસ માટે આવી રહી છે. 28, 29, 30 જાન્યુઆરી દરમિયાન નેકની ટીમના પદાધિકારીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા વિવિધ અનુસ્નાતક ભવનોમાં ઉપલબ્ધ શૈક્ષણિક અને માળખાકીય સવલતોની ચકાસણી કરશે.
નેકની ટીમના 7 સભ્યો ઈન્સ્પેક્શન કરશે. આ ઉપરાંત પ્રથમ દિવસે મંગળવારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અનુસ્નાતક ભવનોના વિભાગીય વડા સાથે બેઠક કરીને શૈક્ષણિક પરિસ્થિતિની સમીક્ષા કરશે. તેમજ નેકની ટીમના સભ્યો યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્ટડીસના સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર, વાલીઓ વગેરે સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક-માળખાકીય પરિસ્થિતિ બાબતે ચકાસણી કરીને સમીક્ષા કરશે. આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લૉ, એજ્યુકેશન સહિતના વિવધ 43 જેટલા અનુસ્નાતક ભવનો આવેલા છે. તેમજ આ અનુસ્નાતક ભવનોમાં આશરે 120 અધ્યાપકો, 250થી વધુ વહીવટી કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવે છે.
10 વર્ષ બાદ નેક માટે અરજી
10 વર્ષ બાદ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટીએ અરજી કરી છે. નેકની ટીમ કેમ્પસમાં વિવિધ અનુસ્નાતક ભવનોની ચકાસણી કરશે. ટીમના સભ્યો ડોક્યુમેન્ટેશન અને ઇન્સ્પેક્શનના આધારે ઓવરઓલ ચકાસણી કરશે.