Abtak Media Google News

૫ ડેમો ઓવરફલોની અણીએ :  ભાદર હજુ ૩૧.૧૧ ટકા ભરાયો : રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળનો સુરેન્દ્રનગરનો ત્રિવેણી ઠાંગા અને પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસથી મેઘમહેરના કારણે અનેકવિધ ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, જામનગર અને દ્વારકાના ૨૩ ડેમો ઓવરફ્લો થયા છે. આ સાથે સુરેન્દ્રનગરનો ત્રિવેણી ઠાંગા અને પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ૭ ડેમોમાં નવા નિરની પણ આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લાના ડેમની વિગતો જોઈએ તો કુલ ૨૫ ડેમો છે. જેમાંથી મોજ અને વેરી બે ડેમો આજે ઓવરફ્લો થયા છે. જયરર ખોડાપીપર ડેમ અને આજી-૨ ડેમનો જથ્થો ૯૦ ટકા આસપાસ પહોંચ્યો હોય બન્ને ભરાઈ જવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. અને ભાદર, મોજ, ફોફળ, આજી-૧, સોડવદર, ગોંડલી, વાછપરી, ન્યારી-૧, ફાડદંગબેટી, લાલપરી, છાપર વાડી-૨, ભાદર-૨માં નવા નિરની આવક થઈ છે. મોરબીમાં કુલ ૧૦ ડેમો છે. જેમાં હાલ એક પણ ડેમ ઓવરફલો નથી. મચ્છું-૩ ડેમ સૌથી વધુ ૭૦ ટકા ભરાયો છે. બાકીના ડેમો ૧૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધી ભરાયા છે. જ્યારે મચ્છું-૧, મચ્છું-૨, ડેમી-૧, ડેમી-૨, ઘોડાધ્રોઇ, બ્રાહ્મણી-૨ અને ડેમી-૩માં નવા નિરની આવક થઈ છે.

Dsc 1168

વધુમાં જામનગર જિલ્લાના ડેમો જોઈએ તો ૨૧ ડેમોમાંથી સસોઈ, ફુલઝર-૧, સપડા, ફુલઝર-૨, ડાઈ મીણસર, ફોફળ-૨, ઉંડ-૩, વાડીસંગ, રૂપાવટી, રૂપારેલ અને સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. વધુમાં પન્ના, ઉંડ-૨ અને ઉંડ-૧ ડેમ ભરાઈ જવાની અણીએ પહોંચ્યા છે. દ્વારકા જિલ્લામાં ૧૨ ડેમોમાંથી ઘી, વર્તુ-૧, ગઢકી, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-૧, સિંધણી, કાબરકા, વેરાડી-૨ અને મીણસાર ડેમ ઓવરફલો થયો છે. ઉંડ-૨ ડેમમાં નવા નિરની આવક થઈ છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં એક માત્ર ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયો છે. અને પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે.

મેઘરાજા વિરામના મુડમાં: માત્ર માળીયાહાટીનામાં સવારે ૧ ઈંચ

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતા જેમાં જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં રીતસરનો મેઘકહેર વરસતા મોટી ખાનાખરાબી સર્જાય હતી. ભારે વરસાદનાં કારણે નુકસાન સહન કરવાનો વારો પણ આવ્યો હતો. આમ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળ્યા બાદ મેઘરાજા વિરામનાં મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. આજરોજ સવારે ૬ થી ૮ દરમિયાન માત્ર માળીયામાં જ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીનાં શહેરોમાં માત્ર ઝાપટા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં જુનાગઢ, જેતપુર, મેંદરડા, વિસાવદર, ખંભાત ,સુત્રાપાડા, ઓલપાડ, નખત્રાણા, જલાલપોર, ઉમરગામ, કપરાડા, ભાણવડ, ગાંધીનગર, વેરાવળ અને સુરત મળી કુલ ૧૭ તાલુકાઓમાં જ ઝાપટા નોંધાયા છે.

Img 20200707 103433

રાજકોટ જિલ્લાનાં તમામ ૨૧ ડેમોમાં નવા નીરની આવક

રાજકોટ જિલ્લાનાં કુલ ૨૧ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઈ છે જેમાં વિસ્તૃત જોઈએ તો ભાદર ડેમની સપાટીમાં ૦.૪૬ ફુટનો વધારો થતા આજે પાણીની સપાટી ૨૦.૫૦ ફુટે પહોંચી છે જોકે ડેમની કુલ સપાટી ૩૪ ફુટની છે જયારે મોજ ડેમ ૪૪ ફુટની ઉંડાઈ ધરાવે છે જેમાં ૧૦.૮૯ ફુટ પાણીની આવક થતાં ડેમની સપાટી ૩૭.૫૦ ફુટે પહોંચી છે. ફોફળ ડેમ ૨૫.૫૦ ફુટની ઉંડાઈ ધરાવે છે. ૦.૭૯ ફુટ પાણીની આવક થતા પાણીની કુલ સપાટી ૧૫.૪૦ ફુટે પહોંચી છે. જયારે વેણુ-૨ ડેમમાં ૧.૧૫ ફુટ પાણીની આવક થતા કુલ સપાટી ૧૬.૪૦ પહોંચી છે. આજી-૧ ડેમમાં ૦.૮૫ ફુટ પાણીની આવક થતા કુલ સપાટી ૨૪ ફુટે પહોંચી છે. આજી-૨ ડેમમાં ૧.૪૧ ફુટની આવક થતા ૨૮.૪૦એ સપાટી પહોંચી છે. જયારે આજી-૩ ડેમમાં ૧૦.૮૬ ફુટ પાણીની આવક થતાં કુલ સપાટી ૨૪.૮૦એ પહોંચી છે. સોડવદર ડેમમાં ૬.૫૬ ફુટ પાણીની આવક થતા કુલ સપાટી ૧૪.૬૦એ પહોંચી છે. સુરવો ડેમમાં ૧.૮૦ ફુટની આવક થતા કુલ સપાટી ૧૭.૬૦એ પહોંચી છે. ડોડી ડેમમાં ૧૧.૩૨ ફુટ પાણીની આવક થઈ હતી પરંતુ પાણી છોડાતા ડેમની કુલ સપાટી ૫.૯૦ રહી છે. ગોંડલી ડેમમાં ૦.૧૬ ફુટની આવક થતા કુલ સપાટી ૮.૧૦ પહોંચી છે. વાછપરી ડેમમાં ૧.૧૮ ફુટની આવક થતા કુલ સપાટી ૬.૨૦ પહોંચી છે. ન્યારી-૧ ડેમમાં ૧.૪૮ ફુટની આવક થતા કુલ સપાટી ૧૯.૪૦ ફુટે પહોંચી છે. ન્યારી-૨ ડેમમાં ૩.૭૭ ફુટની આવક થતા કુલ સપાટી ૧૮.૭૦એ પહોંચી છે. મોતીસર ડેમમાં ૪.૫૯ ફુટ પાણીની આવક થઈ હતી. હાલ કુલ સપાટી ૨ ફુટે છે. ફાડદંગ બેટી ડેમમાં ૦.૩૩ ફુટ પાણીની આવક થતા કુલ સપાટી ૫.૩૦એ પહોંચી છે. ખોડાપીપળ ડેમમાં ૭.૩૮ ફુટ પાણીની આવક થતા કુલ સપાટી ૭.૬૦એ પહોંચી છે. લાલપરી ડેમમાં ૨.૦૩ ફુટની આવક થતા કુલ સપાટી ૧૨.૮૦એ પહોંચી છે. છાપરવાડી-૧ ડેમમાં ૩.૨૮ ફુટની આવક થઈ છે. જયારે છાપરવાડી-૨ ડેમમાં ૫.૯૧ ફુટની આવક થઈ છે. જયારે ભાદરમાં ૩.૧૨ ફુટની આવક થતા કુલ સપાટી ૧૫.૩૦ ફુટે પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.