3 હ્રદય, વાદળી અને લીલા રંગનું લોહી !! આ જીવ પોતાના જીવનના અંતિમ તબક્કામાં બાંધે છે શારીરિક સબંધ

આપણે અનેક પ્રકારની માછલીઓ જોઈ હશે પરંતુ શું ક્યારેય તમે એવી માછલી જોઈ છે જેણે એક સાથે 3 હ્રદય હોય ?? હા એવી માછલી છે જેનું નામ કટલફિશ છે.  આ ફિશ હાડકાં વાળા પ્રાણીઓમાં સૌથી મોટો મગજ ધરાવનાર પ્રાણી છે. આ કારણે, તે અમુક વસ્તુઓ યાદ રાખી શકે છે. જેમ કે છેલ્લી વખત તેણે શું ખાધું હતું. તેને હવે શું ખાવાની જરૂર છે? તાજેતરના નવા સંશોધનમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે  કે આ ફિશને ત્રણ હૃદય છે. તેને 8 હાથ છે. તેનું લોહી વાદળી-લીલા રંગનું  છે. આ માછલી છેતરપિંડી પણ કરી શકે છે, જેથી તે સરળતાથી શિકાર કરી શકે અને શિકારનો ભોગ ક્યારેય ન બને.

સિફેલેપોડ્સ શ્રેણીના જીવોમાં સ્ક્વિડ, ઓક્ટોપસ, કટલફિશ અને નોટિલસનો સમાવેશ થાય છે. કટલફિશમાં અન્ય બે લાક્ષણિકતાઓ પણ છે, જો તેની કોઈ બાજુ અથવા સૂંઢ અલગ થઈ જાય, તો તે ફરી વૃધ્ધિ પામે છે. બીજું, તેઓ જીવનના છેલ્લા બે વર્ષમાં પોતાને નિયંત્રિત કરવામાં સફળ છે. એટલે કે, જ્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે, ત્યારે તે શરીરની પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે અને શરીરને મજબૂત બનાવે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડો એલેક્જેંન્ડ્રા શનેલે કહ્યું કે કટલફિશની ઉંમર કેટલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તેઓ છેલ્લે શું ખાધું હતું તેની યાદશક્તિ ખૂબ સારી હોય છે. તેમણે કેવા પ્રકારના ભોજનની જરૂર છે તે આ માછલીને ખબર હોય છે  તેથી તે એવા જ પ્રકારનું ભોજન શોધે છે. તેમણે વૃદ્ધાવસ્થા સુધી યાદ રહે છે કે તેમણે કયા સ્થળે શું ખાધું હતું.

સામાન્ય રીતે મનુષ્યો આવું યાદ રાખી શકતા નથી.વધતી ઉંમર સાથે, વ્યક્તિ તેની યાદશક્તિ ગુમાવવાનું શરૂ કરે છે અથવા તેને નબળાઈ મહેસુસ થાય છે. એટલે કે, જો તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને પૂછો કે છેલ્લી વખત તમે શું ખાધું હતું, તો કદાચ તમને સાચો જવાબ નહીં મળે. યાદ રાખવાની બાબતમાં કટ્લફિશ તીક્ષણ મગજ ધરાવે છે.

કટલફિશના મગજમાં હિપ્પોકેમ્પસ નથી. ત્યાં એક વર્ટીકલ લોબ છે, જેના દ્વારા કટલફિશ બધુ જ યાદ રાખે છે.  ડો એલેક્જેંન્ડ્રા શનેલે 24 કતલફિશ પર પ્રયોગ કર્યો હતો તેમાંથી અડધાની ઉંમર 10 થી 12 મહિનાની વચ્ચે હતી. એટલે કે, તેઓ સંપૂર્ણપણે પુખ્ત ન હતા. જ્યારે અન્ય અડધા 22 થી 24 મહિનાના હતા, જેમને માનવ વયના 90 વર્ષ બરાબર ગણવામાં આવે છે.

આ અભ્યાસ પ્રોસીડીંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બી જર્નલમાં પ્રકાશિત થયો છે. એક પ્રયોગમાં, કટલફિશના બંને જૂથોને ટાંકીની અંદર ચોક્કસ જગ્યાએ જવાની તાલીમ આપવામાં આવી હતી. આ સ્થળે ફ્લેગથી માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું. બંને જૂથોને અલગ અલગ સમયે બે અલગ અલગ પ્રકારની ખાદ્ય ચીજો આપવામાં આવી હતી. કિંગ પ્રોન એક ચિહ્ન પર મૂકવામાં આવ્યું હતું. જેને કટલફિશ ખાવું ઓછું પસંદ કરે છે.

વૈજ્ઞાનિકોએ પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે કે કટલફિશ ખરેખર તેની પસંદગીનો ખોરાક યાદ રાખે છે કે નહીં. તેણે બંને ટાંકીની અંદરના નિશાન બદલ્યા. પરંતુ કટલફિશ, તેના મનપસંદ ખોરાકને યાદ કરીને, તે જ ચિહ્ન પર ગઈ જ્યાં તેને ગ્લાસ શ્રીમ્પ જોવા મળ્યા. માર્કિંગ દરરોજ બદલવામાં આવતું હતું. દરરોજ કટલફિશ સમાન માર્કિંગ સુધી પહોંચતી હતી. આ સાથે,  વૈજ્ઞાનિકોને ખબર પડી કે કટલફિશ શું ખાવાનું પસંદ કરે છે, તેઓ કેટલો સમય ખાય છે, કેટલું યાદ રાખે છે.

આ તાલીમ દરમિયાન, કટલફિશના બંને જૂથોની કાર્યક્ષમતા, યાદશક્તિ વગેરેની તુલના કરવામાં આવી હતી. એવું જોવામાં આવ્યું હતું કે કટલફિશનું જૂનું જૂથ નાના જૂથને યાદ શક્તિમાં હરાવે છે કે નહીં . ગ્લાસગો યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રીના પ્રોફેસર માલ્કમ કેનેડીએ જણાવ્યું હતું કે સજીવની અંદર આવી આધુનિક સમજશક્તિ શોધવી ખૂબ જ રસપ્રદ શોધ છે. તે માનવ મગજની જેમ જ કાર્ય કરે છે.

જીવનના અંતિમ તબબ્કામાં બનાવે છે શારીરિક સબંધ 

પ્રોફેસર માલ્કોમે જણાવ્યું હતું કે મનુષ્ય અને કટલફિશની ઉત્પત્તિ વચ્ચે સમયનો મોટો તફાવત છે, પરંતુ આ હોવા છતાં, આવી નર્વસ સિસ્ટમ હોવી એ ચીજ-વસ્તુઓને યાદ રાખવામાં મદદ કરે છે, તે આશ્ચર્યજનક છે. એલેક્જેંન્ડ્રા કહ્યું કે કટલફિશ તેની ઉંમરના છેલ્લા તબક્કામાં પ્રજનનની પ્રક્રિયા કરે છે. જેથી તેઓ યાદ રાખે કે કોની સાથે તેમણે સંબંધ બાંધ્યો હતો અને ક્યાં અને ક્યાં સુધી તેમણે સબંધ બનાવ્યો હતો. ડો.શેનેલે કહ્યું કે આના દ્વારા તે પોતાના વંશ વિશે જાણે છે. તેઓ પોતાના પ્રજનનકાળ દરમિયાન વિવિધ કટલફિશ સાથે સંબંધો બનાવે છે. પરંતુ તેઓ યાદ રાખે છે કે કોની સાથે અને ક્યારે અને ક્યાં સંબંધ બાંધ્યો હતો.