કેશુબાપાની અંગત લાયબ્રેરીના ૮૭૫ મહામુલા પુસ્તકો સોમનાથ ટ્રસ્ટના ‘મુન્શી’ ગ્રંથાલયને અર્પણ

સોમનાથ ટ્રસ્ટ-હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ દ્વારા કેશુબાપાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે ધાબળા વિતરણ સહિતના સેવાયજ્ઞ

શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન સ્વ. કેશુભાઇ પટેલની બીજી માસિક પુણ્યતિથિ નિમિતે હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સતત એક વર્ષ સુધી દર માસની માસિક પુણ્યતિથિ નીમીતે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી તેમને શ્રઘ્ધાંજલી અર્પવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજનમાં ગઇકાલે સાહિત્ય મર્મજ્ઞ સ્વ. કેશુભાઇ પટેલની અંગત લાયબ્રેરીના મહામુલા પુસ્તકોનું અનુદાન તેમના પરિવાર વતી સોમનાથ  ટ્રસ્ટને અર્પણ કરવાનો અર્પણ કરવાનો એક કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના ટી.એફ.સી. ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મહામુલા ૮૭૫ જેવા પુસ્તકો સોમનાથ ટ્રસ્ટની કનૈયાલાલ માણેકલાલ મુન્સી ગ્રંથાલયને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો ટ્રસ્ટના પ્રતિનિધિ દિલીપભાઇ ચાવડા, એકઝીકયુટીવ ઓફીસર તથા વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર દ્વારા અર્પણ કરાયા હતા.

સાથો સાથ સ્વ. કેશુભાઇ પટેલની દ્વિતીય  માસિક પુણ્યતિથિ નિમિતે હાલની શિયાળાની ઠંડીને લઇને હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ તથા સોમનાથ ટ્રસ્ટના સક્રિય સહયોગથી જરુરીયાત મંદ ગરીબો, ભીક્ષુકો, વર્ટમાર્ગુને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાળા, ટ્રસ્ટી સેક્રેટરી સુ‚ભા જાડેજા, પ્રોજેકટ ચેરમેન મિનલ જોશી, સોમનાથ ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફીસર દિલીપભાઇ ચાવડા તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ અન્ય મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં ધાબળાનું વિતરણ કરી સ્વ. કેશુભાઇ પટેલને સાચી શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવેલ હતી અને ૧૦૦ જેટલા ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું.