Abtak Media Google News

અબતક,સંજય ડાંગર, ધ્રોલ
જામનગરના ધ્રોલ નજીક આવેલા મોરાર સાહેબના ખંભાળિયા ગામના ઘર કંકાસના કારણે પરપ્રાંતિય મહિલાએ પોતાના ત્રણ બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ પડતું મુકી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેય બાળકોના મોત નીપજ્યા છે. અને મહિલાને ગામજનોએ બચાવી લીધી છે. ખંભાળિયાના કૂવામાં એક મહિલા પોતાના બાળકોને ફેંકી પોતે પણ કુદી પડતા ગ્રામજનો જોઇ જતા મહિલાને કૂંવામાંથી બહાર કાઢી બચાવી લીધી હતી. ત્રણેય બાળકોને બચાવવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી તે દરમિયાન બાળકોના મોત નીપજતા ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

બે બહેન અને એક ભાઇના મોતથી પરપ્રાંતિય પરિવારમાં અરેરાટી: ફાયર બ્રિગેડના તરવૈયાએ મૃતદેહ બહાર કાઢયા.

ઘર કંકાસના કારણે ત્રણેય સંતાનોને કૂંવામાં ધકેલી માતાએ પણ પડતુ મુક્યું: મહિલાને બચાવી લીધી

Whatsapp Image 2021 07 07 At 2.32.25 Pm 1

ખંભાળિયા ગામે પેડયુ રડળવા આવેલા પરપ્રાંતિય પરિવારના નરેશભાઇ ભુરીયાના પરિવારમાં ચાલતા ગૃહ કલેશના કારણે મહિલા પોતાના બાળકો સાથે ઘરેથી જતી રહ્યા બાદ વાડી વિસ્તારમાં કૂંવામાં પહોચી ચાર વર્ષની પુત્રી દીસુબેન, અઢી વર્ષની માધુરીબેન અને એક વર્ષના પુત્ર તનેશને કૂંવામાં ફેંકી પોતે પણ ઝંપપલાવ્યું હતું. મહિલાએ કરેલા સામુહિક આપઘાત અંગે ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને મહિલાને બચાવી લીધી હતી જ્યારે તેના ત્રણેય સંતાનોના મોત નીપજ્યા હતા.

 

બનાવની જાણ થતા જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી પરપ્રાંતિય મહિલા સામે તેના જ ત્રણેય સંતાનોને કૂંવામાં ફેંકી હત્યા કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.