Abtak Media Google News

આજથી ૨ જૂલાઇ સુધીમાં રાજકોટ મંડળથી ૩ ટ્રેનોનું આવાગમન

કોવિડ-૧૯ની મહામારી વચ્ચે પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ૪ જૂનથી ૨ જુલાઇ સુધી રાજકોટ મંડળથી ઓખા-બાન્દ્રા, ઓખા ગુવાહારી અને પોરબંદર-શાલીમાર વચ્ચે આ ત્રણ સ્પેશ્યલ પાર્સલ ટ્રેનોના ૫૪ ફેરાઓ થશે.

ઓખા-બાન્દ્રાટેન બાન્દ્રાથી તા.૪,૬, ૮,૧૦,૧૨,૧૪,૧૮,૨૦,૨૨,૨૬ અને ૨૮ જૂનના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ઉપડી બીજા દિવસે રાજકોટ સવારે ૯:૩૦ કલાકે તેમજ ઓખા બપોરે ૨:૦૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત ઓખાથી તા.૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૮,૨૦, ૨૨, ૨૬ અને ૨૮ જૂનના રોજ બપોરે ૧:૩૦ કલાકે ઉપડી રાજકોટ સાંજે ૫:૪૦ કલાકે તેમજ બાન્દ્રા બીજા દિવસે સવારે ૫:૫૫ કલાકે પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, અંકલેશ્ર્વર, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વીરમગામ, રાજકોટ, જામનગર, સ્ટેશનોએ રોકાશે.

ઓખા-ગુવાહાટી સ્પેશ્યલ ટ્રેન તા.૪,૯,૧૪,૧૯,૨૪ અને ૨૯ જૂનના રોજ ઓખાથી સવારે ૭:૧૫ કલાકે ઉપડી રાજકોટ સવારે ૧૧:૩૦ કલાકે તેમજ ત્રીજા દિવસે સાંજે પ:૦૦ વાગ્યે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન પરત તા. ૭,૧૨,૧૭,૨૨,૨૭ જૂન અને ૨ જૂલાઇના રોજ ગુવાહાટીથી સાંજે ૪:૦૦ વાગ્યે ઉપડી ત્રીજા દિવસે રાજકોટ રાત્રે ૮:૪૫ કલાકે તેમજ ઓખા રાત્રે ૧:૧૦ કલાકે પહોંચશે.

આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ સહિતના સ્ટેશનોએ રોકાશે.

પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન પોરબંદરથી તા.૪,૭,૧૦,૧૩,૧૬,૧૯,૨૨,૨૫ અને ૨૮ જૂનના રોજ સવારે ૮ કલાકે ઉપાડી રાજકોટ બપોરે ૧૨:૧૦ કલાકે તેમજ શાલીમાર ત્રીજા દિવસે સવારે ૩:૩૦ કલાકે પહોંચશે. આ પરત પરત શાલીમારથી તા.૬,૧૦,૧૪,૧૮,૨૨,૨૬ અને ૩૦ જૂનના રોજ રાત્રે ૧૦:૫૦ કલાકે ઉપડી ત્રીજા દિવસે બપોરે ૧:૩૦ કલાકે રાજકોટ તેમજ સાંજે ૬:૨૫ કલાકે પોરબંદર પહોંચશે આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત સહિતના સ્ટેશનોએ રોકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.