રાજકોટ ડિવિઝનમાં ભંગાર-ખખડધજજ ૮ લાખ કિમી ચાલેલી ૭૦ બસો ઓન ધ રોડ !!

વાંકાનેર ડેપોની બસમાં નજીવા વરસાદે ટપકતા પાણી અંગે લોક સંસદ વિચાર મંચની ઉચ્ચસ્તરે રજૂઆત

 

અબતક,રાજકોટ

શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્ર સિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી),  શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ તલાટીયા,  શહેર યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, સરલાબેન પાટડીયા, હિતાક્ષીબેન વડોદરિયાની યાદીમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું (એસ.ટી.) એક સૂત્ર છે ’એસટી અમારી સલામત સવારી’ પરંતુ આ સૂત્ર કેટલું સાર્થક છે તે બતાવે છે કે રાજકોટ ડિવિઝનમાં આઠ લાખ કિલોમીટર ચાલેલી ભંગાર અને ખખડધજ ૭૦ જેટલી ઓવર એઇઝ બસો ઓન ધ રોડ ચાલી રહી છે જ્યારે જ્યારે નવી બસો નું આગમન થાય ત્યારે જૂની અને ભંગાર ઓવર એઇજ બસો સ્ક્રેપ માં જતી હોય છે જો નવી બસો આવતી ન હોય તો આ જૂની ખખડધજ બસોથી એસટી ચલાવવામાં આવે છે.

તાજેતરમાં ગજુભાએ  વાંકાનેર ડેપોની બસની ખખડધજ અને ભંગાર હાલત હોય જે અંગે વાંકાનેર ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટને ગજેન્દ્ર સિંહ ઝાલા દ્વારા બસ અંગેની ફરિયાદ કરી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી માટે ૨૦૦ કરોડનું વિમાન લેવાતું હોય તો આ તમારા ડેપોની બસની ચોમાસા દરમિયાન તાકીદે મરામત કરાવવા ટેલિફોનિક રજૂઆત કરી હતી અને ડેપો મેનેજર ધ્યાન દોરવા બદલ ગજુભા નો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે હું જોવડાવી લઉં છું બસ માં પાણી ન પડે તેવી વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૮૦૦ ૨૩૩ ૬૬૬ ૬૬૬ એક ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે પરંતુ આ નંબર પર એસટી બસો અંગેની કોઇપણ જાતની ફરીયાદો લેવામાં આવતી નથી એટલે કે આ નંબર શોભાના ગાંઠિયા જેવો જ છે તેમ યાદીના અંતે જણાવાયું છે.