Abtak Media Google News
  • અપીલ સમય મર્યાદાના 115 દિવસના વિલંબ બાદ અદાલતે મૃત્યુ દંડના આરોપીઓની અપીલ સ્વીકારી: આંતકી હુમલામાં 56 નિર્દોષ ભોગ બન્યા અને 200થી વધુ ઘવાયા હતા
  • ગોધરાકાંડનો બદલો લેવા જુદા જુદા પાંચ રાજયના ઝનૂની શખ્સોએ કેરળના જંગલમાં અને પાવાગઢમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરૂ ઘડી અંજામ આપ્યો’તો

ગુજરાતમાં 2002માં ગોધરાકાંડના કોમી રમખાણનો બદલો લેવા અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરી આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. કેરળ અને પાવાગઢમાં આંતકી હુમલાનું કાવતરૂ ઘડી જુદા જુદા પાંચ રાજયના જનુની શખ્સોએ અમદાવાદ અને સુરતમાં 29 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી તાજેતરમાં જ પુરી થતા અમદાવાદ ખાતેની સ્પેશ્યલ કોર્ટ દ્વારા 38 દોષિતોને મૃત્યુ દંડની સજા અને 11 શખ્સોને આજીવન કેદ અને દંડ ફટકાર્યો હતો જે પૈકીના 30 આરોપીઓએ હાઇકોર્ટમાં 115 દિવસના વિલંબ બાદ સજાના હુકમ સામે અપીલ કરી હતી. રાજયની વડી અદાલતે તમામ આરોપીની અપીલ સ્વીકારી છે.અયોધ્યા ખાતે કાર સેવામાં ગયેલા ભાજપના કાર્યકરો સાબરમતી એક્રસપ્રેસમાં ગુજરાતમાં પરત આવી રહ્યા હતા ત્યારે 2002માં ધર્મ જનુની શખ્સોએ ટ્રેનને આગ ચાપી કાર સેવકોને જીવતા જલાવી દેવાની હીચકારી ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને બે દિવસ બાદ સમગ્ર રાજયમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. કોમી રમખાણનો બદલો લેવા માટે પ્રતિબંધીત સીમીના કાર્યકરો અને આંતકીઓએ સાથે મળી કેરળના વાઘમોરા જંગલમાં કાવતરૂ ઘડવામાં આવ્યું હતું તેમજ આંતકીઓને ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના આઝમગઢના કેટલાક કુખ્યાત શખ્સો અમદાવાદ ટ્રેન દ્વારા અમદાવાદ અને સુરત આવી 29 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરતા 56 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને 200 જેટલા ગંભીર રીતે ઘવાયા હતા.

ગુજરાત એટીએસની ટીમે માત્ર 40 દિવસમાં ભેદ ઉકેલી 77 આંતકીઓને ઝડપી લીધા હતા. એટીએસની ટીમ દ્વારા 521 જેટલી ચાર્જશીટ તૈયાર કરી હતી એક તહોમતનામાં 9800 પેઇઝ એટલે કુલ 51 લાખ પેઇઝનું તહોમતનામું ઘડવામાં આવ્યું હતું. તમામ સામે અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણીમાં 1163 સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને 1237 સાદેહોને પડતા મુકવામાં આવ્યા હતા. સુનાવણી પુરી થતા સ્પેશ્યલ અદાલતે 7000 પેઇઝનો ઐતિહાસીક ચુકાદો જાહેર કરી અત્યાર સુધીમાં સૌથી વધુ 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવતો ચુકાદો 18 ફેબ્રુઆરી 2022 38 આંતકીઓને ફાંસી અને 11 શખ્સોને આજીવન કેદની સજા તેમજ 2.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ રાજય સરકારે ઇજાગ્રસ્તોને રૂા.50-50 હજાર તેમજ મૃતકના પરિવારને એક-એક લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

38 મૃત્યુ દંડના આરોપીઓ પૈકી 30 આરોપીઓએ અમદાવાદ સ્પેશ્યલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. અપીલ સમય મર્યાદાના 115 દિવસ બાદ અપીલ દાખલ કરી હતી તેમ છતાં રાજયની વડી અદાલતે આરોપીઓની અપીલ સ્વીકારી છે. દોષિતોએ હાઇકોર્ટમાં અપીલ કરતા જણાવ્યું છે કે, ફકત સાયોગિક પુરાવાના આધારે સજા ફટકારી શકાય નહી તેથી સમગ્ર મામલે ફરી સુનાવણી કરી સજા અંગે પુન: વિચારણા કરવી જરૂરી છે.

હાઇકોર્ટના જસ્ટીશ વી.એમ.પંચોલી અને જસ્ટીશ એ.પી.ઠાકરની ડિવિઝન બેન્ચે નોંધ્યું છે કે, તમામ દોષિતો દ્વારા દાખલ કરાયેલી અપીલની અરજીને સરકાર પક્ષે દાખલ થયેલી અરજીને ધ્યાને રાખી આરોપીઓની અપીલની સુનાવણી આગળ ધપાવવામાં આવશે તેમ ઠરાવ્યું છે. દોષિતોએ એડવોકેટ એમ.એમ.શેખ અને ખાલીદ શેખ મારફત હાઇકોર્ટમાં અગાઉ ખાસ અદાલતના ચુકાદા અને સજા પર સ્ટે માગતી અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે.

દોષિતો વતી દાખલ કરવામાં આવેલી 180 પેઇઝની અપીલમાં વિસ્તૃત દલીલ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં ફકત સાયોગિંક પુરાવાના આધારે ખાસ અદાલતે ચુકાદો આપ્યો છે. જેમાં તમામ દોષિતોની ભૂમિકા સયુકત રીતે સાબીત થતી નથી, ટ્રાયલ કોર્ટે સુનાવણીનો તમામ મદાર પંચનામા પર રાખ્યો છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કેસનો ચુકાદો જયારે ફકત સાયોગિંક પુરાવાના આધારે જ આપવામાં આવ્યો હોય ત્યારે મૃત્યુ દંડ ફટકારી શકયા નહી તેમ અપીલમાં જણાવ્યું છે.

અંતે તિસ્તા સેતલવાડને રાહત સુપ્રીમે આપ્યા વચગાળાના જામીન

ગુજરાતમાં વર્ષ 2022 ના રમખાણો સંબંધિત નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી. તો સેશન્સ કોર્ટો તિસ્તા સેતલવાડ અને આરીબી શ્રીકુમારના જામીન ફગાવ્યા હતા. જે બાદ હવે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા છે. સાથે જ રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં જવા માટે સૂચન પણ આપ્યું છે.

અગાઉ એસઆઈટીએ એફિડેવિટ ફાઈલ કરીને ચોંકવનારો ખુલાસો કર્યો હતો કે, તિસ્તા સેતલવાડે અહેમદ પટેલના કહેવાથી સરકાર તોડી પાડવા માટે મોટું કાવતરું રચ્યું હતું. વર્ષ 2022 માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં ખોટા પુરાવા ઊભા કરવાના કાવતરામાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી. જે બાદ તેઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ગુજરાતના રમખાણ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા હતા. એ પછી તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા હતા. આ સાથે જ રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં જવા માટે સૂચન આપ્યું હતું. આ સિવાય સુપ્રીમ કોર્ટે તપાસમાં સહયોગ આપવા માટે પણ તિસ્તા સેતલવાડને નિર્દેશ કર્યો છે.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 38 દોષીતોને અપાયો હતો મૃત્યુદંડ

જાહીદ ઉર્ફે જાવેદ

ઇમરાન ઇબ્રાહીમ શેખ

ઇકબાલ કાસમ શેખ

સમુસુદ્દીન શેખ

ગ્યાસુદ્દીન અન્સારી

મોહંમદ આરીફ કાગઝી

મોહંમદ ઉસ્માન

(અગરબત્તીવાળા)

હુસૈન મન્સુરી

કમરૂદ્દીન ઉર્ફે રાજા

આમીલ પરવાજ

સીબલી ઉર્ફે સાબીત

સફદર હુસૈન નાગોરી

હાફીજહુસૈન અદનાન

મોહંમદ સાજીક સાદ

અબુબસર ઉર્ફે મુફ્તી શેખ

અબ્બાસ સમેજા

જાવેદ અહેમદ શેખ

મહંમદ આરીફ શેખ

મહંમદ ઇસ્માઇલ મન્સુરી

આસીફ શેખ

મહંમદ આરીફ મીરઝા

કયામુદ્દીન કાપડીયા

મહંમદસૈફ શેખ

જીસાન અહેમદ

ઝીયાઉર રહેમાન

મોહંમદ શકીલ લુહાર

અનીક ખાલીદ મોહંમદ અકબલ ચૌધરી

ફઝલે રહેમાન દુરાની

મોહંમદ નૌસાદ સૈયદ અહેમદબાવા બરેલવી

સરફુદ્દીન સત્તાર

સૈફુર રહેમાન અન્સારી

મોહંમદ અન્સાર સાદુલી અબ્દુલકરીમ

મોહંમદ તનવીર પઠાણ

આમીન ઉર્ફે રાજા

મોહંમદ મોબીન

મોહંમદઅબરાર મણીયાર મોહંમદ રફીક

તૌસીફખાન પઠાણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.