Abtak Media Google News

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધમધમતા સાયબર કાફેમાં ચેકિંગ: ફાયર સેફટીનું એનઓસી રિન્યુ ન કરાયાનું ખુલ્યું

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સીસ શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સાયબર કાફેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફાયર સેફટીની એનઓસી રિન્યુ ન કરાવવા સબબ 30 સાયબર કાફે સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.  કોટેચાનગર મેઈન રોડ પર ગેમ સિટી ઝોન સાયબર કાફે, યુનિ. રોડ પર એકસ્ટ્રીમ સાયબર કાફે, યાજ્ઞીક રોડ પર સન સિટી સાયબર કાફે,મેટ્રીકસ સાયબર કાફે, નેટવે સાયબર કાફે, 150 ફૂટ રીંગ રોડ પર એન્જલ નેટ એન્ડ ગેમ ઝોન, હકીમી સાયબર કાફે, માયાણી ચોકમાં વેબ સ્ટાર કોમ્પ્યુટર, મોટી ટાંકી ચોકમાં સર્ચ સાયબર કાફે, રૈયા રોડ પર ફ્રેન્ડસ સાયબર કાફે, યુનિવર્સ સર્વિસીસ સાયબર કાફે, નમ્રતા સાયબર કાફે, આજી ડેમ ચોકડી પાસે ક્રિષ્ના સાયબર કાફે, કાલાવડ રોડ પર બ્લુ કોમ્પ્યુટર, મોસમ સાયબર કાફે, ફ્રેન્ડ સાયબર કાફે, પાર્થ સાયબર સિટી, અવધ સાયબર કાફે, સર્ફીંગ પોઈન્ટ સાયબર કાફે, મવડીમાં સ્પીડનેટ ગેમ ઝોન ઉપરાંત દેવ સાયબર કાફે, ધ સ્કેન સાયબર કાફે, કે નાઈન સાયબર કાફે, ઓમ સાયબર કાફે, સ્કાય સાયબર કાફે, સાયબર કાફે, ઓમ સાયબર કાફે, સ્માર્ટ સાયબર કાફે, ક્રિષ્ના સાયબર કાફે અને જે.એસ.ગેમ કલબ એન્ડ સાયબર કાફેને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.