Abtak Media Google News

ધોરાજી સરદારધામના પ્રમુખ સેવક ગંગજીભાઇ સુતરીયા, બી.કે. પટેલ, એચ.એસ.પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર વિશ્વ પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામકન્યા છાત્રાલયનું ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

સરદારધામ આઇકોનીક બિલ્ડીંગનું નિર્માણ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યના આધાર બનશે.

આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણી, નાયબ મુખ્યમંત્રી, નિતીનભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રીઓ, પરસોત્તમભાઇ રૂપાલા, મનસુખ માંડવીયા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ દાતાઓ અને ટ્રસ્ટીઓ તેમજ ખોડલધામના નરેશભાઇ પટેલ તથા ઉમિયા ફાઉન્ડેશનના આર.પી. પટેલ હાજર રહેશે.

આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કાલે સવારે ૯:૪૫ મીનીટે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાખેલ છે.એમ પૂર્વ અગ્રણી વિજયભાઇ અંટાળાએ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.