Abtak Media Google News

માઇક્રોસોફટ એપલના પ્રતિનિધિ હોવાનું જણાવી વિદેશી નાગરીકોને ઠગતા નોઇડાના રપ કોલ સેન્ટર પર દરોડા

જેમ જેમ સોશ્યલ મીડીયા ઇન્ટરનેટની સુવિધાઓ વધુ સહેલી અને સસ્તી બની છે. તેમ તેમ સાઇબર ક્રાઇમ પણ વધી રહ્યા છે. અમેરિકાના એફબીઆઇ અને રોયલ કેનેડીયન માઉટેન્ડ પોલીસ અધિકારીઓની એક ટુકડીએ જુલાઇમાં ભારત માટે ઉડાન ભરી અને ઇન્ટરપોલ જુલાઇમાં ભારત માટે ઉડાન ભરી અને ઇન્ટરપોલ દ્વારા એક બેઠક યોજવામાં આવી જેમાં દિલ્હીના નોઇડામાં કોલ સેન્ટરના નામે ઠગાઇ કરતા ૩૦૦ સાયબર ઠગોને ઝડપી લીધા.

ઉલ્લેખનીય છે કે ગૌતમ બુઘ્ધનગરમાં પોલીસ હેડ કવાર્ટરમાં મળેલી બેઠક દ્વારા વિદેશી કંપનીઓ સાથે સાયબર ઠગી કરતી ગેંગને પકડી લેવામાં આવી.

૨૧ ડીસેમ્બરે નોઇડાના સેકટ ૬૩માં એક વિચિત્ર કાર્યાલયથી સંચાલિત એક નકલી કોલ સેન્ટરની સામે પોલીસે પોતાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં ૧૨૬ લોકોની ધરપકડ કરી જે એ વેપારી હબ છે જેમાં નકલી કોલ સેન્ટર ચાલતા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે કોલ સેન્ટરે અમેરિકન નાગરીકો પાસેથી ૩પ૦૦ ડોલરની ઠગાઇ કરી અને આ સાથે સોશ્યલ રિકયુરીટી નંબર તેમજ યુનિક ૯ ડીઝીટના નંબરની પણ ચોરી કરી હતી. મહત્વનું છે કે ઓકટોબર અને નવેમ્બરમાં પણ એક ડઝનથી વધારે કાર્યવાહીઓ જોવા મળી હતી. જયારે વિદેશી નાગરીકો જેમાં ખાસ કરીને અમેરિકન અને કેનેડીયન નાગરીકોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ ફેક કોલ સેન્ટર તેના દ્વારા મોકલાયેલા વાયરસથી કમ્પ્યુટર હેડ કરી દેતા હતા અને ત્યારબાદ ઠગાઇ કરતા હતા.

આ અંગે વધુ જણાવતા સિનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ અજયપાલ શર્માએ કહ્યું કે, આ વર્ષે ર૦ જુલાઇથી ર૧ ડીસેમ્બર વચ્ચે રપ ફેક કોલ સેન્ટરનો ભાંડો ફોડવામાં આવ્યો જયારે તેઓ સંદિગ્ધ કાર્યવાહી કરતા જોવા મળ્યા. શર્મા એ વધુમાં જણાવ્યું કે, દરોડામાં ૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી આ સાથે ૪૦૦ થી વધારે કમ્પ્યુટર સિસ્ટમ જપ્ત કરાઇ છે જેમાં કરોડો રૂ૫યાની છેતરપીંડી સામેલ છે.

ઉલ્લેખનીય છે કે નોઇડાના ગૌતમ બુઘ્ધનગર ર૦૦૦ ની શરુઆતમાં સૌથી લાભાર્થીઓમાનું એક હતું. જયારે તેને વૈશ્વિક સ્તરે એક નવા કોલ સેન્ટર હબ ના રુપે જગ્યા મળી હતી.

મહત્વનું છે કે આવા ફેક કોલ સેન્ટરો દ્વારા ચીપ હોલી ડે પેકેજની ઓફર આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગોવા, હીમાલચ પ્રદેશની લોભામણી ઓફર આપી લાખો ભારતીયો સાથે ઠગાઇ કરવામાં આવી. અધિકારીઓએ સાયબર ઠગાઇ મામલે તપાસ કરવાની મંજુરી આપી જો કે વિદેશીઓ પણ સાયબર ઠગોની માયાજાળમાં ફસાઇ ગયા. અમેરિકા અને કેનેડાના નાગરીકોને આ સાયબર ઠગોએ નિશાન બનાવ્યા. રર અને ર૩ નવેમ્બરે રાત્રે આઠ ફેક કોલ સેન્ટર પર નોઇડા અને ગે્રટર નાઇડામાં એક સાથે દરોડો પાડવામાં આવ્યો અને રપ લોકોની વિદેશી નાગરીકોને ઠગવા બાબતે ધરપકડ કરવામાં આવી.

આ કોલ સેન્ટર એકબીજા સાથે જોડાયેલા ન હતા પરંતુ અમેરીકા, કેનેડા અને અન્ય દેશોમાં કમ્પ્યુટરમાં મૈલઇ વેપર મોલકતા હતા એક સમાન રીતે કામ કરતા હતા અને પછી તેમને માઇક્રોસોફ એપલ જેવી કંપનીઓના પ્રતિનિધિ હોવાના નામે સંપર્ક કરતા અને તેમની સમસ્યાઓનો હલ કરવાના બહાના હેઠળ યુનિટ નંબરની ચોરી કરી ઠગાઇ કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.