રાજકોટમાં વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા 300 ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી

પુરુષ અને મહિલા માનદ સેવા માટે ભરતી કરવામાં આવશે

શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માંગે ૩૦૦ જેટલા પુરુષ અને મહિલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. જેમાં માનદ સેવા આપતા મહિલા પુરુષો માટે સ્વયં સેવકોની પસંદગી કરવામાં આવશે.

રાજકોટમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ૭૪૯ જેટલા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા આપી રહ્યા છે. પરંતુ હજુ પણ આ સમસ્યાઓને નિવારવા માટે વધુ ૩૦૦ ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. જેના માટે પુરુષો અને મહિલા માટે ૧૮થી ૩૫ વર્ષ ધોરણ ૯ પાસ સંપ્રમાણ વજન અને પુરૂષો માટે ૮૦૦ મીટર ૪ મિનિટમાં અને મહિલાઓને ૪૦૦ મીટર ૨.૫ મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે.

રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ શહેર ખાતે માનદ સેવા માટે પસંદગી કરવામાં આવશે. ઉમેદવારી ભરવા ઇચ્છુંકોએ ફોર્મ પોતાના હસ્તાક્ષર સાથે પ્રમાણપત્રોની નકલો સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે જમા ૨૫મી ઓક્ટોબરના કરાવવાનું રહેશે. આ સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે જ ગ્રાઉન્ડ ટેસ્ટ રાખવામાં આવી છે.