Abtak Media Google News

રાજકોટ સીઆઈડી ક્રાઈમ ટીમ અને માળીયા મામલતદાર સહિતની ટીમે લોખંડની ટાંકીઓમાં ભરેલા તથા ટેન્કરમાં ભરેલા બાયો ડીઝલને સીઝ કરી વધુ તપાસ હાથ ધરી

માળીયા પંથકમાં બાયો ડીઝલનું મોટાપાયે વેચાણ થતું હોવાની બાતમીના આધારે માળીયા મામલતદાર સહિતની ટીમે માળીયા હાઇવે ઉપર દરોડો પાડયો હતો. જેમાં કેબીન રાખી તથા લોખંડની પાંચ ટાંકીઓમાં ભરેલા તેમજ ટેન્કર ભરેલા બાયો ડીઝલના જથ્થાને સીઝ કર્યો હતો તંત્રએ લાખોની કિંમતનો 30 હજાર લીટર બાયોડીઝલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Img 20210507 Wa0066

માળીયા મામલતદાર ડી.સી.પટેલ, ડેપ્યુટી મામલતદાર સહિતની ટીમ આજે બાતમીના આધારે માળીયાના નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં ત્રાટકી હતી. આ સ્થળે કેબીન પાસે આવેલ પંપ અને કેબિનની પાછળના ભાગે લોંખડના પાંચ ટાંકામાં જોતા આ પાંચેય ટાંકીઓમાં 15 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતોઆ ઉપરાંત આ જગ્યાએ કેબીનના અંદરના ભાગે પંપ તથા રબરની નળીઓ નોઝલ સાથેના જીજે-12-એઝેડ-9418 નંબરના ટેન્કરમાં પણ આશરે 15 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવતા તંત્રએ હાલ આ 30 હજાર જેટલો બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે એફ.એસ.એલ તેમજ પુરવઠા વિભાગને જાણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.