વિશ્વ ના કુલ મૃત્યુ પૈકી 31 ટકા હૃદયના રોગોથી થાય છે !!

હૃદય રોગથી દર વર્ષે 18 મિલિયન લોકો મૃત્યું પામે છે

  • લોહીના શુધ્ધીકરણ માટે સૌથી અગત્યનું શરીરનું અંગ છે: પવર્તમાન જીવનશૈલીને કારણે તેના દર્દીઓ વધી રહ્યા છે: ખોરાકની થોડી કાળજી આ બિમારીથી બચાવી શકે
  • કોરોના મહામારીમાં પણ હાર્ટ, ફેફ્સા, શ્ર્વસનક્રિયા જેવા ચેપના વધુ ઇન્ફેક્શન જોવા મળ્યા હતા: ખાનપાન, વ્યસનો, જંકફૂડ જેવી જીવનશૈલીને કારણે યુવા વર્ગ પણ આનો શિકાર બનવા લાગ્યો છે

વિશ્વ નાં તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગનો શિકાર જલ્દી બને છે. ઝડપી શહેરીકરણ, જીવનશૈલી, તણાવયુક્ત શૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ સાથે આહારમાં ચરબીવાળા, પદાર્થોનું વધુ સેવન તેનું મુખ્ય કારણ જોવા મળ્યું છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને બેઠાડું જીવનશૈલી જેવા વિવિધ કારણોથી આપણાં દેશમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા દશકામાં તો નાની ઉંમરનાં યુવાનો પણ આની ઝપટે ચડી ગયા છે. એક આંકડા મુજબ આપણાં દેશમાં 10 કરોડથી વધુ લોકો હૃદયની ધમનીના રોગથી પીડાય છે. આજે લગભગ દુનિયાના બધા હૃદયરોગની સંખ્યામાં અડધા આપણાં દેશના છે. આજે મૃત્યુનું મુખ્ય કારણ હૃદયરોગ બનવા જઇ રહ્યો છે. પરમ કૃપાળુ પરમાત્માનો ચમત્કાર એટલે આપણું હૃદયમુઠ્ઠી જેવડા કદનું હૃદય આખા શરીરને લોહી પહોંચાડે છે. આ લોહી દ્વારા જ શરીરમાં બધે ઓક્સિજન (પ્રાણવાયુ) અને પોષક દ્રવ્યો પહોંચે છે.

હૃદય પાસે તેનું પોતાનું ઇલેક્ટ્રિકલ જનરેટર છે, જે હૃદયને નિયમિત સમયાંતરે 60 થી 80 વખત ધબકાવે છે. તેની રચનાની તુલના એક ચાર રૂમના ફ્લેટ સાથે કરી શકાય છે. સાવ સામાન્ય સમજમાં છાતીનો દુ:ખાવો, શ્ર્વાસ ચડવો, હૃદયના ધબકારા સંભળાવવા, જલ્દી થાક લાગવો જેવા લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનું ચેક અપ કરાવી લેવું હિતાવહ છે. હૃદયને લોહી પહોંચાડતી નળીઓ કે જેને ધમનીઓ કહેવાય છે તે સાંકળી થાય કે તેમાં ચરબના થર જામવા લાગે અને બ્લડ ગંઠાઇ જાય ત્યારે રક્તની અવરજવરને મુશ્કેલી પડે છે અને હૃદયરોગના હુમલા જેવી સ્થિતી નિર્માણ થાય છે.

હાર્ટ એટેક અને સ્ટ્રોક દ્વારા આપણા હૃદયમાં મુશ્કેલી સર્જાય કે કાર્ય કરવાની ક્ષમતા ઘટે છે. લોહીના શુધ્ધીકરણ માટે શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે આખા શરીરને ધબકીને સતત લોહી પહોંચાડે છે તો એના માટે પોતાને પણ રક્તની જરૂર પડે છે. આજે તમાકુનો ઉપયોગ, અસ્વાસ્થ્ય આહાર, લોહીનું ઊંચુ કે નીચું દબાણ તથા શરાબના સેવનથી હાની થાય છે.

હાર્ટ વિશે સાવચેતી માટે આહાર સંબંધે થોડી કાળજી લઇને તો હૃદયને લગતી બિમારી ઓછી આવે છે. હૃદયની જાગૃત્તિ માટે લોકો પોતાના દિલની બીમારી અને તે સંબંધિત સ્વાસ્થ્ય મુદ્ા ઉપર ધ્યાન આપે તે છે. આને કારણે મૃત્યું થનારની સંખ્યા એઇડ્સ, મેલેરિયા, કેન્સર જેવા વિવિધ રોગો કરતાં વધારે છે. છેલ્લા બે દશકાથી એટલે સને 2000થી આ હાર્ટ દિવસ ઉજવાય રહ્યો છે. આજનો સંદેશ “તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખો અને બીજાને એવું કરવામાં મદદ કરો” તમારૂ હૃદય જીવનભરમાં 16 કરોડ લીટર લોહી પંપીંગ કરે છે. પવર્તમાન કોરોના મહામારીમાં પણ હાર્ટ, ફેફ્સા, શ્ર્વસનક્રિયા જેવા ચેપના વધુ ઇન્ફેક્શન જોવા મળે છે, જે પૈકી ઝડપી શ્ર્વસન સિંડ્રોમને કારણે મૃત્યું પણ થઇ શકે છે. આમ જોઇએ તો હૃદયરોગના દર્દીઓ કોવિડ-19ને કારણે વધુ સતર્ક થયા છે. પહેલા મોટી ઉંમરનાને જ હાર્ટ પ્રોબ્લેમ થતાં પણ જીવનશૈલીમાં બદલાવ, ખાનપાન, જંકફૂડ, વ્યસનોને કારણે હવે યુવા વર્ગ પણ આનો શિકાર બની રહ્યો છે. ભારતમાં હૃદયરોગથી પીડાતા દર્દીઓમાંથી 40 ટકાની વય 30 થી 40 વર્ષ વચ્ચે છે. બાળકના ધબકારા તેજ હોય છે ને વૃધ્ધોના ધીમા.

આજે જનજાગૃત્તિના ભાગરૂપે હૃદયરોગની અટકાયત માટે જાગૃત્તિ લાવવી તથા અસ્વાસ્થ્યકર આહારથી કેમ ખતરો વધી જાય છે તેની સાવચેતી રાખવી. તેનાથી બચવા નિયમિત કસરત, વોકીંગ કરવું જરૂરી છે. બેઠાડું જીવન પણ આ રોગને આમંત્રણ આપે છે. આ સમસ્યાને કારણે દુનિયામાં સૌથી વધુ લોકો મોતને શરણે થાય છે. આ વર્ષનું ઉજવણી ‘થીમ’ “હૃદયરોગને હરાવવા માટે હૃદયનો ઉપયોગ કરો” આમ જોઇએ તો પણ તેનું કાર્ય બધા જ અંગોને ઓક્સિજન પુરો પાડવાનું છે, ને ત્યાં શુધ્ધ લોહી પહોંચાડવાનું છે. એના માટે તે 24 કલાક સતત ધબકતું રહે છે. ડોક્ટર પણ હૃદયના ધબકારા પહેલા માપે છે. સૌએ હૃદયની મુશ્કેલી કેમ ઓળખશો તે જાણવું સૌએ જરૂરી છે. શ્ર્વાસ લેવામાં તકલીફ, દાદરા ચડતા કે બેઠા હોય ત્યારે, રાત્રે ઊંઘ ન આવે, શ્ર્વાસ લેવામાં તકલીફ અને ઓચિંતા હાફવા લાગેને સતત ઊધરસ આવતી હોય તે પણ સુકી તો મુશ્કેલીનો પ્રારંથ થયો છે તેવું માનવું. આખો દિવસ સતત થાક લાગેને પરસેવો વળવા માંડે, સોજો આવવો, ભૂખ ન લાગવી, વારંવાર પેશાબ લાગવો, ધબકારા તેજ થઇ જાય તેવી સમસ્યા સર્જાય તો ડોક્ટરને અવશ્ય બતાવી દેવું હિતાવહ છે. હાર્ટ સંબંધિત રોગોને ત્રણ સ્ટેજમાં વહેચવામાં આવ્યા છે. હાલના તબિબ વિજ્ઞાનનાં વિવિધ મશીનો દ્વારા ત્વરીત નિદાન થઇ જાય છે. કાર્ડિયોગ્રામ, ઇ.સી.જી. જેવા સાધનો દ્વારા તપાસ થાય છે પણ આ રોગ માટે આપણે પોતે જવાબદાર વધુ છીએ. આપણી અનિયમિતતા, અવ્યવસ્થિત દૈનિક શૈલી, તણાવ, ખોટો આહાર-વિહાર, પર્યાવરણ, પ્રદૂષણ જેને કારણે આ સમસ્યા ઝડપથી ફેલાય છે.

ડાયાબિટીસ વાળાને હાઇ બી.પી. જેવી મુશ્કેલી હૃદયરોગને જન્મ આપે છે.

આજે વિશ્વ માં આ રોગના દર્દીઓમાં 50 ટકા દર્દીઓ તો હોસ્પિટલ પહોચ્યા પહેલા જ મૃત્યુ પામે છે. દર વર્ષે એક કરોડ લોકો મૃત્યું થાય છે. દરેકે પોતાના હૃદયને સ્વસ્થ રાખવા નિયમિત કસરત, સવાર-સાંજ ચાલવું, પુરતી ઊંઘ, ભોજનમાં ચરબીવાળો ખોરાક અને મીઠું (સોલ્ટ) ઓછું લેવું, તાજા ફળ, શાકભાજી, તણાવમુક્ત જીવન સાથે શરાબને ધુમ્રપાન ન કરવું ખૂબ જ જરૂરી છે. માનવ શરીરનાં અદ્ભૂત અને અકલ્પનિય અંગો અને અવયવોની કામગીરીમાં હૃદય એક જ એવી કામગીરી સંભાળે છે જેને કારણે આપણે પૃથ્વી પર જીવી રહ્યા છીએ અર્થાત અસ્તિત્વ છે. સૌથી મોટી સમસ્યા હાર્ટના બાળ દર્દીઓની છે. જેમાં હૃદયમાં કાળુ હોય, વાલ ખરાબ હોય જેવી મુશ્કેલી જોવા મળે છે આપણા ગુજરાતમાં પણ આવા બાળ દર્દીઓની સંખ્યા મોટી જોવા મળી રહી છે. દર વર્ષે અંદાજે 500 જેટલા બાળ દર્દીઓ હાર્ટના રોગી જોવા મળે છે. હૃદય આખી જીંદગી સતત ધબકે છે, અને તમારો સાથ નિભાવે છે.

સૌથી મોટી સમસ્યા હાર્ટના બાળ દર્દીની !!

આજકાલ હાર્ટ એટેકના વધતા બનાવો સાથે લોકો પોતાની જીવનશૈલીને કારણે હૃદયની વિવિધ સમસ્યાઓથી પીડાય રહ્યા છે. લોહીનું ઉંચું દબાણ કે નીચુ દબાણ સાથે હૃદય પહોળું થવું કે બરોબર કામ ન કરવું જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. સૌથી મોટી સમસ્યા હાર્ટના બાળ દર્દીઓની છે, જેમાં હૃદયમાં કાણુ, વાલ ખરાબ હોય જેવી ઘણી મુશ્કેલી આમ દર્દીઓમાં જોવા મળે છે. શાળા આરોગ્ય, તપાસણી વખતે આવા બાળ દર્દીઓ શોધાય છે. આજે તો દેશમાં બાળ હૃદયરોગીની સંખ્યા વધુ છે. દર વર્ષે આપણા ગુજરાતમાં પણ 800થી વધુ બાળકો હાર્ટની તકલીફ વાળા જોવા મળે છે.