Abtak Media Google News

જાથા ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની માન્યતાઓનુ ખંડન કરશે: સુર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં તા.૨૧મી જૂન સવારે અમુક દેશો-પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતમાં ઉત્તર પ્રદેશોમાં કંકણાકૃતિ અને બાકીના રાજ્યોમાં ખંડગ્રાસ ગ્રહણ જોવાનો અવસર છે. આ ગ્રહણ ભારત સહિત સંપુર્ણ એશિયા ખંડ, આફ્રિકા ખંડ, દક્ષિણ યુરોપના કેટલાક ભાગમાં જોવા મળશે.

ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓના ખંડન કાર્યક્રમોનું આયોજન કરેલ છે. રાજયમાં તા.૨૦મી જૂને એક દિવસ જિલ્લા-તાલુકા મથકે ગ્રહણ જોવાના ચશ્માનું પડતર કિંમતે વેચાણ કરવામાં આવશે.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સંવત ૨૦૭૬ જયેષ્ઠ કૃષ્ણપક્ષ અમાસને રવિવાર તા.૨૧-૬-૨૦ના રોજ મિથુન રાશિ અને મૃગશીર્ષ તથા આર્દ્રા નક્ષત્રમાં થનારું કંકણાકૃતિ-ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે.

ભારતીય સમય મુજબ ભારતમાં ૨૧મીએ સવારે ગ્રહણ સ્પર્શ: ૧૦ કલાક ૦૩ મિનિટ ૨૯ સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૧ કલાક ૪૧ મિનિટ ૪૭ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ૧૩ કલાક ૩૨ મિનિટ ૨૮ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન ૦.૯૯૪, ગ્રહણની તત્પરતા ૦.૩૮ સેકન્ડની રહેશે.

ભારતીય સમય મુજબ ભારતમાં તા. ૨૧મીએ સવારે ગ્રહણ સ્પર્શ ૧૦ કલાક ૩ મિનિટ ૨૯ સેકન્ડ, ગ્રહણ મઘ્ય ૧૧ કલાક ૪૧ મિનિટ, ગ્રહણ મોક્ષ ૧૩ કલાક ૩૨ મિનિટ, ગ્રહણ ગ્રાસમાન ૦.૯૯૪, ગ્રહણની તત્પરતા ૦.૩૮ સેકન્ડની રહેશે.

ભારતમાં ગ્રહણની અવધિ ૩ કલાક ૨૭ મિનિટ રહેશે. રાજકોટમાં સવારે ૯ કલાક ૫૯ મિનિટે પ્રારંભ, અમદાવાદમાં સવારે ૧૦ કલાક ૩ મિનિટે પ્રારંભ, ભુજમાં સવારે ૯ કલાક ૫૮ મિનિટે  પ્રારંભ, સુરતમાં સવારે ૧૦ કલાક ૨ મિનિટે  પ્રારંભ, વડોદરામાં સવારે ૧૦ કલાક ૪ મિનિટે પ્રારંભ, જૂનાગઢમાં સવારેે ૯કલાક ૫૮ મિનિટે પ્રારંભ થશે.

સૂર્યગ્રહણ વિજ્ઞાન ઉપકરણથી જોવું હિતાવહ  છે. નરી આંખે જોવું અતિ જોખમકારક છે.કયારેક કાયમી અંધાપો આવી જવાની પુરેપુરી સંભાવના છે. દેશી પધ્ધતિથી સૂર્યગ્રહણ જોઇ શકાય છે. રાજયમાં તા. ૨૦ના રોજ એક દિવસ ફિલ્ટર ચશ્માનું વિતરણ કરવામાં આવશે. સ્થાનિક વેચાણ કરવા ઇચ્છુકોએ અગાઉથી ચશ્માનો સ્ટોક રાખવો હિતાવહ છે.સમગ્ર ભારતમાં સૂર્યગ્રહણનો નજારો જોવાનો અવસર છે.

હવે પછી આજ પ્રકારનું ગ્રહણ ૨૧ મી મે ૨૦૩૧ ના રોજ ભારતવાસીઓ જોઇ શકવાના છે. જાગૃતોએ અગાઉથી પોતાના શહેરના વિજ્ઞાન કેન્દ્રો,શાળા-કોલેજ,એસ્ટોનોમી કલબ, ખગોળ તજજ્ઞો પાસેથી નાની-મોટી કિંમતના ચશમા મેળવી લેવા જાથા અનુરોધ કરે છે.રાજયના કોઇપણ ખગોળપ્રેમી પાસેથી માહિતી મેળવી સ્થાનિક કક્ષાએ ભાગ લઇ શકે છે.

રાજયમાં જાથા ૨૦મી સાંજ સુધી જ ચશ્માનું પડતર કિંમતે વેચાણ કરશે. ચશમનો સ્ટોક ખલાસ થઇ જશે ત્યાર પછી વેચાણ બંધ કરવામાં આવશે. ગ્રહણની પૂર્વે છેલ્લા કલાકોમાં ચશ્માનાં કાળા બજાર થાય છે. તેવો જાથાને અનુભવ છે. જાગૃતોને અગાઉથી પોતાના ગામમાં ઉપલબ્ધ ફિલ્ટર ચશ્મા મેળવી લેવા જાથા અપીલ કરે છે.

અંતમાં રાજયમાં પોતાના ગામ,શહેરમા વર્તમાન સ્થિતી ધ્યાને રાખી સૂર્યગ્રહણનો નિદર્શન ગોઠવી શકાશે. કાર્યક્રમ, ફિલ્ટર ચશ્મા મેળવવા ઇચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીર્મા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.