- ઉત્તમ સુવિધા, શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કારોનો સુગમ સમન્વય એટલે ગુજરાત સ્કૂલ ઓફ એકસેલન્સ
- સ્કુલ વિશે વધુ માહિતી મેળવવા મો નં. 98515 98515-78746 61113 પર સંપર્ક કરવો: ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સની, 10 શિવધારા રેસીડેન્સી, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે મુલાકાત લઈ શકાશેે
- ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલેન્સના સંચાલક ડો.મેહુલ રૂપાણીના આમંત્રણને માન આપી ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાએ સંસ્થાની મુલાકાત લઇ શિક્ષણ વ્યવસ્થા અંગે તલસ્પર્શી માહિતી મેળવીને તમામ સ્કૂલોએ આ પ્રકારના મોડેલની શરૂઆતનું કર્યું આહવાન
શિક્ષણ એટલે સમગ્ર વ્યક્તિત્વની એક એવી કેળવણી જેમાં માત્ર ભણતર નહીં, પરંતુ જીવન વિષયક બાબતોને પણ આવરી લેવામાં આવે. દરેક માતાપિતાનું સ્વપ્નું હોય છે કે, પોતાના સંતાનોને ભણતર સાથે ગણતર પણ મળે.ભણતર એટલે શિક્ષણ અથવા કેળવણી અને ગણતર એટલે અનુભવનું ભાથું અને કોઠાસૂઝ. અગાઉના જમાનામાં શિક્ષણ કે ભણતરનો આટલો વ્યાપ ન હતો તથા શિક્ષણને લગતી શાળા મહાશાળાઓ હતી નહીં. ભણતરનાં સાધનો બહું ટાંચા હતાં, પરંતુ તે વખતે આપણા પૂર્વજો, વડવાઓ તથા વડીલો પાસે અનુભવ, આત્મવિશ્વાસ તથા આગવી કોઠાસૂઝ હતી એને લીધે તેઓ તમામ કામ પાર પાડી શકતાં હતાં.આવી જ એક શૈક્ષણિક સંસ્થા ગુજરાત સ્કૂલ ઓફ એક્સિલેન્સ રાજકોટમાં બાળકોને મોજમાં રાખી બાળકોને અલગ જ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરી રહી છે.
ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલેન્સના સંચાલક ડો.મેહુલ રૂપાણીના આમંત્રણને માન આપી ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાએ સંસ્થાની મુલકાત લઇ ત્યાની શિક્ષણ વ્યવસ્થા અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી અને સ્કૂલની વિચારધારા નો-બેગ સ્કૂલ, 32 ગુણ, 64 કળા અને 16 સઁસ્કાર બાળકોમાં કઈ રીતે ડેવલોપ કરી શકાય, કુટુંબ ભાવનાથી કઈ રીતે કામ કરી શકાય, ભણતર-ગણતર અને સમજણ આ ફિલોસોફીથી ભણતરમાં એક્સિલન્સી કઈ રીતે મેળવી શકાય આ તમામ વિચારોથી સતીષભાઈ મહેતા માહિતીગાર થયા હતા બાળકોની સૂર્યોદય સભા નો લાઈવ શો પણ નિહાળ્યો હતો. સ્કૂલના સ્ટાફ, પરિવાર અને બાળકોની મહેનત જોઈ સતીષભાઈ મહેતાએ તમામ સ્ટાફને પ્રોત્સાહન આપ્યું હતું.રાજકોટ શહેરના પૂર્વમાં આવેલ ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સિસ્ટમ ભારતની પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલ છે. જે બાળકોના 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કાર પર કાર્ય કરે છે.ગુજરાતની એકમાત્ર સ્કૂલ જ્યાં ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપવામાં આવે છે. એક એવી સ્કૂલ જ્યાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સ્કીલસમાં પણ પ્રારંગત બનાવવામાં આવે છે.ગુજરાત સકૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિદ્યાર્થીઓને એક વિશિષ્ઠ મેથોડોલોજીથી શિક્ષણ પીરસવા આવે છે. જેથી બાળખોને શ્રેષ્ઠ શિક્ષકોનું માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થી જીવનપર્યત શિક્ષણ યાદ રાખી શકે. આ જ મેથોડોલોજી અંતર્ગત જીવનના 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કાર આવરી લેવામાં આવ્યા છે.ગુજરાત સ્કુલ ઓફ એકસેલન્સ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સંસ્કારોનું પણ ઉત્તમ સિંચન થાય એ પ્રયત્ન કરતી રહે છે જે અંતર્ગત દરરોજ સવારે બધા જ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રાર્થના કરે છે. એટલું જ નહી આજ કાલ ખુબ જ પ્રસિદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના સારા મોટીવેશનલ વિડીયો વિદ્યાર્થીઓને બતાવી સોશિયલ મીડિયાનો સાચી દિશામાં ઉપયોગ શીખવવામાં આવે છે.ઉપરાંત જે વિદ્યાર્થીનો જન્મ દિવસ હોય એ વિદ્યાર્થીના માતા પિતા પણ સાથે હાજર રહી વિદ્યાના દેવી શ્રી સરસ્વતી માતાના આશીર્વાદ લેવામાં આવે છે અને સંપૂર્ણ પ્રાર્થના સભાએ વિદ્યાર્થીને તથાસ્તુ શબ્દ પ્રયોગ કરી બાળકની ઈચ્છા માટે શુભઆશિષ આપે છે. જેથી બાળક જીવન માં આશીર્વાદનું મહત્ત્વ સમજી શકે. અહિયાં, સ્કુલ પરિસરમાં ચાલવું એ ફક્ત ચાલવું નથી અર્થાત અહિયાં રસ્તા પર ચાલ્યાનો અહેસાસ અને શિસ્ત જોવા મળે છે.સ્કુલના દરેક ખૂણા માં ટ્રાફિક નિયમો માટેના અલગ અલગ ચિન્હો લગાવેલ છે જેથી બાળકમાં એક સારો નાગરિક બનવાની ભાવના પ્રગટ થાય. સાથે-સાથે બાળકોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા માટે સચોટ તાલીમ અને સુવિધાઓ આપવામાં આવે છે. 4 વિજ્ઞાનના પ્રયોગો માટે અલગ અલગ સુવિધાઓથી સજ્જ સાયન્સ લેબ, જે અંતર્ગત ધોરણ 6 થી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માં આવતા બધા જ પ્રેક્ટીકલ શીખવવામાં આવે છે. સ્માર્ટ કોમ્પુટર લેબ તો ખરી જ. જેમાં વિદ્યાર્થીઓને બેઝીક કોમ્પ્યુટર અને અભ્યાક્રમની સાથે કોડીંગ પણ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સંગીત, ડાન્સ, આર્ટ અને માર્શલ આર્ટ જેવી સ્કીલમાં પણ પારંગત બનાવવામાં આવે છે. ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સના માર્ગદર્શક અને મેન્ટર તરીકે નીતિનભાઈ ભારદ્વાજ અને ભુપતભાઈ બોદરની આગેવાનીમાં ટ્રસ્ટીઓ ડો. નેહલભાઈ શુકલ, ડો. મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, સંજયભાઈ વાધર, નિયંતભાઈ ભારદ્વાજ અને અંશભાઈ ભારદ્વાજ સ્કૂલની વિચારધારાને લીડ કરી રહ્યા છે. આ સ્કૂલને એનઈપી મુજબ ક્નસેપ્ટ સ્કૂલ તરીકે આકાર આપવામાં હર્ષદભાઈ પરમાર, આર.ડી. દિક્ષિત, દર્શિબેન વોરા, પ્રેક્ષા પરમાર, જ્યોતિ મકવાણા, મિત્તલ દોશી, ધારા મારૂ, પ્રીતિ ગુપ્તા, મનીષ રાજાણી, બીજલ રાણપરા, હર્ષદ પંડ્યા અને મયંગ ગરાચ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પાંચ વિદેશી ભાષા શીખવી વિદ્યાર્થીઓને ગ્લોબલ એક્સપોઝર માટે તૈયાર કરવામાં આવે છે
યુવાનોમાં વિદેશમાં સ્થાયી થવાનો તેમજ ઉત્તમ કરિયર મેળવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, તેથી તેઓ મેન્ડેરિયન, જાપાનીઝ, ફ્રેન્ચ, સ્પેનિશ અને જર્મન જેવી વિદેશી ભાષાઓનું જ્ઞાન મેળવી રહ્યા છે. ત્યારે ગુજરાત સ્કૂલ ઓફ એક્સિલેન્સ દ્વારા વિધાર્થીઓને નાનપણથી જ વિદેશી પાંચ ભાષા શીખવવામાં આવે છે. જેથી ભવિષ્યમાં ફોરેન લેંગવેન્જ શીખીને વિધાર્થીઓ ગ્લોબલ એક્સપોઝર માટે તૈયાર થઇ શકે.
શા માટે ગુજરાત સ્કૂલ ઓફ એકસેલેન્સ?
- વિશિષ્ઠ મેથોડોલોજીથી શિક્ષણ પીરસાય છે
- દરેક લેક્ચર પછી મોજ બ્રેક નામના પાંચ બ્રેક જેમાં નાસ્તા સાથે અલગ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે.
- લેક્ચર પૂરો થતા જ બેલની બદલે એક મંત્ર બોલાવાય છે.
- સવારે બધા જ વિધાર્થીઓ સાથે મળી પ્રાર્થના કરે છે.
- વિધાર્થીઓને મોટિવેશનલ વિડીયો બતાવાય છે.
- સ્કૂલના દરેક ખૂણામાં ટ્રાફિક નિયમોના અલગ ચિન્હો મુકાયા છે.
- વિધાર્થીઓને ઉધોગ સાહસિક બનાવવા માટે વિવિધ વિષયોના લેક્ચર લેવાય છે.
- ભણતરની સાથે રસોઈ, ઈસ્ત્રી, કપડાં ઘડી કરવા, ઇલેક્ટ્રિક વર્ક સહિતના કામો શીખવવામાં આવે છે.
- રમત-ગમત અને કૃષિ ક્ષેત્રે આગળ વધારવા માટે સચોટ તાલીમ.
- વિધાર્થીઓને બેઝિક કમ્પ્યુટર સાથે કોડિંગ પણ શીખવવામાં આવે છે.
- સંગીત, ડાન્સ, આર્ટ અને માર્શલ આર્ટ જેવી સ્કીલમાં પારંગત બનવવામાં આવે છે.
યુપીએસસીની નિ:શુલ્ક તૈયારી કરાવાય છે
દર વર્ષે 10 લાખથી વધુ ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે અરજી કરે છે પરંતુ તેમાંથી માત્ર 1,000 જ આ પરીક્ષા પાસ કરી અને સિવિલ સર્વન્ટની પોસ્ટ મેળવવા માટે સક્ષમ છે. જો કેગુજરાત સ્કૂલ ઓફ એક્સિલેન્સ બાળકો માટે નિ:શુલ્ક યુપીએસસીની તૈયારી ધોરણ પાંચથી જ શરૂ કરાવી દેવામાં આવે છે. જેમાં છ વર્ષનો યુપીએસસીનો અભ્યાસક્રમ બનાવાયો છે અને એક્સપર્ટને બોલાવીને યુપીએસસીની નિ:શુલ્ક તૈયારી થકી બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરાવામાં આવે છે. નાની ઉંમરથી જ બાળકોમાં દેશની સર્વોચ્ચ સેવા એટલે કે સિવિલ સર્વિસીસમાં બાળકો જોડાઈ તે માટે ધોરણ 5 થી જ એ પ્રમાણેની તૈયારી કરાવવામાં આવે છે.
વિધાર્થીઓ ઉધોગ સાહસિક બને તેની ટ્રેનિંગ અપાય છે
આજના સમયમાં યુવાઓ પોતે જ સ્વાવલાંબન બને તે જરૂરી બન્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ ઉદ્યોગોનું જ્ઞાન મળે એક સફળ ઉદ્યમીની લાક્ષણિકતાઓનો વિકાસ થાય જે અંતર્ગત લેકચર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવન દરેક કામો સારી રીતે શીખી શકે જેમકે રસોઇ બનાવતા, વસ્ત્રોને ઇસ્ત્રી કરતા, કપડા ઘડી કરતા, સાઇકલ રીપેરીંગ, ઇલેક્ટ્રિક વર્ક, પ્લમ્બિંગ વર્ક વગેરે આવુ ઘણું શીખવવામાં આવે છે. બાળકોમાં જવાબદારીનો ગુણ વિકસાવવા યુથ એસેમ્બલીની રચના કરવામાં આવી છે. જયા વિદ્યાર્થીઓને આપણા દેશમાં સંસદ કાર્ય કરે છે એ રીતે જ અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.