Abtak Media Google News

મોરબી જિ.પં.ના પ્રમુખના ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનો દુકાળ !!  

ખૂટતી જગ્યાઓ વહેલી તકે  ભરવા લોકોની માંગ 

હાલ કોરોના વાયરસ ની સાથે સાથે વાઇરલ ઇન્ફેક્શન ના કેસો પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે જેથી આવી પરિસ્થિતિ વચ્ચે લોકોને જો સામાન્ય તાવ પણ આવ્યો હોય તો હોસ્પિટલોમાં સારવાર માટે કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડી રહ્યું છે તેવામાં હળવદ તાલુકામાં મોટા ભાગના પેટા આરોગ્ય કેન્દ્રમાં હાલ અલી ગઢીયા તાળા મારેલા હોય તેવો  ઘાટ સર્જાયો છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ જે ગામમાં રહે છે તે ગામનું જ પેટા આરોગ્ય કેન્દ્ર પણ હાલ સ્ટાફના અભાવે ઘણી વગરનું છે જેથી ખૂટતી જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે તેવી જાગૃત લોકો માંગ કરી રહ્યા છે

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના ગામ કેદારીયા માં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ખાલી હોય જેને કારણે અહીં ઓપીડી ચાલુ થઈ શકતી નથી સાથે જ ગામના લોકો નાની-મોટી બીમારીનો ભોગ બને તો અન્ય દવાખાને સારવાર માટે જવું પડે છે અને જે બે જગ્યા ભરેલી છે તે આરોગ્ય કાર્યકર પણ હાલ અત્યારે વેક્સિનના કામમાં રોકાયેલ છે જેથી ખુટતી જગ્યા વહેલી તકે ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

હળવદના 45 પૈકી 13 આરોગ્ય કેન્દ્રમાં જ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

હળવદ તાલુકામાં 45 પેટા આરોગ્ય કેન્દ્ર આવેલા છે જેમાં 32 પેટા આરોગ્ય કેન્દ્ર માં મહત્વની જગ્યા કરી શકાય તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જ નથી જેથી તાલુકાના માત્ર 13 જપેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની જગ્યા ભરેલી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.