Abtak Media Google News

ધ્રાંગધ્રા તાલુકાનું છેવાડાનુ ગામ જે બાદ રણ વિસ્તાર શરૂ થાય છે
ત્યા કોરોનાનો એક પણ કેસ નહિ

રાજ્યમા કોરોના બીજી લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક એવુ ગામ છે જેમા કોરોના કાળ શરુ થયા ત્યારથી જ માત્ર એક પોઝિટીવ કેસ નોંધાયો છે અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા દદીઁઓની હોવાનુ જાણવા મળ્યુ છે.

Img 20210503 091250Img 20210503 091250

આ છે ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના સુલતાનપુર ગામ જ્યા હાલ એક પણ કોરોના કેસ નથી અહિના લોકોમા શિક્ષણનો અભાવ ભલે હોય પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ ખુબ જ છે. સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરુ થાય છે અને હાલ અહિ સદંતર સ્વૈચ્છીક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે ગામના એક પણ સ્થાનિકોને કોરોના પોઝિટીવ નહિ હોવા છતા પણ સ્થાનિક તલાટી , સરપંચ , આચાયઁ સહિતના ઓની ટીમ દ્વારા દર ત્રણ દિવસે સેનેટાઇઝ કરી ગામમા કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે સાથે ગામની પ્રાથમિક શાળામા ઇમરજન્સી આઇશોલેસન વોડઁ પણ બનાવવામાં આવ્યો છે. જરૂર જણાય તો કોઈ વક્તિ ને સારવાર માટે અગાઉ થઈ પગલાં લેવામાં આવ્યા છે અહિ નાના બાળકોથી માંડીને વૃધ્ધ સુધીના કોઇપણ સ્થાનિક સરકારની તમામ ગાઇડ લાઇન્સનુ પાલન કરતા નજરે પડે છે. જેથી ધ્રાગધ્રા તાલુકાના સુલતાનપુર ગામે આજે એક પણ કોરોના સંક્રમિત દદીઁ જોવા નથી મળતા અને આ ગામને કોરોના મુક્ત ગામ તરીકે પણ જાણીતુ કરવામા આવ્યુ છે. સાથે આ ગામ ની આસપાસ ની કુલ વસ્તી 4000ની છે પણ કોરોના નો એક પણ કેશ આવ્યો નથી માટે ગામ ના લોકો ની સ્તકર્તા ખુબ જ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.