Abtak Media Google News

જૂનાગઢ તાલુકાના વાલાસિમાડી ગામની સીમમાંથી 345 જેટલા પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા આધાર કાર્ડનો જથ્થો મળી આવતા ભેદી સસ્પેન્સ ખડું થવા પામ્યું છે. જો કે મળી આવેલ સીમકાર્ડ અને સાદી ટપાલો ધોરાજી પોસ્ટ ઓફિસેથી ડિલિવરી થઈ હોવાનું ખુલતા આ મામલો ધોરાજી પોસ્ટ ઓફિસને આધીન બન્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે.

જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી 345 આધારકાર્ડ અને 511 જેટલી સાદી ટપાલો નો એક જથ્થો બિનવારસી હાલતમાં ગ્રામજનોને ધ્યાનમાં આવ્યો હતો. જે અંગે તાત્કાલિક જુનાગઢ મામલતદાર અને વાલાસીમડીના તલાટી મંત્રીને જાણ કરાઈ હતી. અને તપાસ કરતા આધારકાર્ડ અને સાદી ટપાલોનો જથ્થો ધોરાજી પોસ્ટ ઓફિસમાંથી રવાના થયા હોવાનું ખુલતાં રાજકોટ જિલ્લાની ધોરાજી પોસ્ટ ઓફિસને જાણ કરાતા ધોરાજી પોસ્ટ ઓફિસના અધિકારીઓ વાલાસીમડી ગામડે દોડી આવ્યા હતા અને તેમણે મળી આવેલ 345 આધારકાર્ડ અને 511 જેટલી સાદી ટપાલો કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં વર્ષ 2019 માં બનેલા આ આધારકાર્ડ હોવાનું ખુલવા પામ્યું છે.

આ અંગે વાલાસીમડી ગામના લોકોના જણાવ્યા અનુસાર, વાલાસીમડી ગામે સીમ વિસ્તારમાં આ થેલ્લો કોઈ ફેંકી ગયું હતું પરંતુ તાજેતરમાં થયેલા વરસાદના કારણે પાણી ભરાયેલા હતા જે પાણી ઉતરી જતા ભેદી સંજોગોમાં ફેંકી દેવાયેલા આધારકાર્ડ અને સાડી ટપાલો આસપાસના ખેડૂતોની નજરમાં ચડ્યા હતા અને તાત્કાલિક આ અંગે તલાટી મંત્રી અને મામલતદારને જાણ કરવામાં આવી હતી.

જે આધારકાર્ડ ઉપર અત્યારે નાગરિકોની મોટાભાગની અરજીઓ અહેવાલ થઈ શકે છે તથા જરૂરી દસ્તાવેજ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આધારકાર્ડ અને પોસ્ટ વિભાગ ઉપર વિશ્વાસ મોકલવામાં આવેલ કવર તથા પત્રો ધોરાજીથી આટલે દૂર કયા કારણોસર ? કોના દ્વારા ? ફેંકી દેવામાં આવ્યો છે. તે હાલમાં તપાસનો વિષય બન્યો છે અને આ ભેદી સસ્પેન્સ લોકોની સામે આવતા વિશ્વાસપાત્ર ગણાતા પોસ્ટ ખાતા સામે અનેક પ્રશ્નાર્થ ખડા થવા પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.