Abtak Media Google News

ખેતલાઆપા, સપનાગાર્ડન, જોકર ગાંઠિયા, રવરાઇ, માલધારી સહિતની હોટલ-દુકાનો સીલ કરતું તંત્ર

જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ સબબ તંત્રએ વધુ 35 દુકાન અને હોટલ તંત્રએ 30 એપ્રિલ સુધી સીલ કરી છે. જેમાં ખેતલાઆપા, સપના ગાર્ડન, જોકર ગાંઠિયા, રવરાઇ, માલધારી સહિતની હોટલ અને દુકાનોનો સમાવેશ થાય છે. જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું કડક અમલીકરણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં અત્યાર સુધીમાં નિયમના ભંગ સબબ 40થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. જો કે, હજુ ચા-પાનની દુકાનો, ખાણીપીણીની હોટલો પર ભીડ એકઠી થઇ રહી છે. મંગળવારે વહીવટી તંત્ર દ્વારા પોલીસ વિભાગને સાથે રાખીને દરેડ બાયપાસ નજીક આવેલી ખાણી પીણી , ચા, પાન મળીને કુલ 8 હોટલ અને દુકાન સીલ કરી દીધી હતી. સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી તંત્ર દ્વારા કડક પગલાં લઇ આ દુકાનોને ત્રણ દિવસ અને હોટલને સાત દિવસ માટે બંધ કરાવામાં આવી છે.જયારે બપોર બાદ શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં માલધારી, બેડી ગેઇટ જય ચામુંડા માલાધારી, લાલપુર બાયપાસ પાસે ખેતાલાઆપા, સપના ગાર્ડન, જોકર ગાંઠિયા, રવરાઇ હોટલ ઉપરાંત નૂરીચોકડી સહિતના વિસ્તારોમાં મળી કુલ 35 જેટલી દુકાનો અને હોટલ 30 એપ્રિલ સુધી તંત્રએ બંધ કરાવી છે.

કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર પાસેથી રૂ.8.90 લાખનો દંડ વસુલાયો

જામનગરમાં એક તરફ કોરોના કેસો અને દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે .આમ છતાં શહેરીજનો સરકારના માસ્ક પહેરવા અને સોશ્યલ ડીન્સન્ટન્ટ ની અમલવારી કરતો ન હોય જેથી મહાનગરપાલિકા દ્રારા દંડનું શસ્ત્ર ઉગામ્યું છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 1852 કેસ લોકો સામે કેસ કરીને કુલ રૂ. 8,90 640 નો દંડ વસુલ કર્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્રારા સરકાર ની સુચના અને કોરોના અંગેની ગાઈડલાઈનની અમલવારી કરવામાં આવી રહી છે. વારંવારની સૂચનાઓ અને અનેક જાહેરાતો પછી પણ શહેરીજનો માસ્ક પહેરતા નથી અને જાહેરમાં ફરી રહ્યા છે. તમેજ સોશ્યલ ડીન્સન્ટન્ટની અમલવારી કરવામાં પણ લાપરવા બની રહ્યા છે. જેનાથી કોરોનાનું સક્રમણ વધતું જાય છે. તેવી તમામ બાબતોને ધ્યાને રાખીને મહાનગરપાલિકા ની એક ટીમ દ્રારા સતત ઝુબેશ ચલાવવામાં આવી રહી છે., જેમાં તા. 22 એપ્રિલ થી શરુ કરવામાં આવેલ ઝુબેશ્માં માસ્ક ન પહેરનાર 449 લોકો સામે કેસ કરીને રૂ. 4,62 300નો દંડ વસુલાત કરી છે. જ્યારે સોશ્યલ ડીન્સન્ટન્ટ નો ભંગ કરનાર 1403 લોકો પાસેથી રૂ. 4,28,340 નો દંડની રકમની વસુલાત કરી હતી. આમ કુલ અત્યાર સુધીમાં કુલ 1852 લોકો એ કોરોનાની સરકારની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ કુલ રૂ. 8.90.640 નો દંડ વસુલ કર્યોહતો. જ્યારે અનેકવાર સૂચનાઓ આપવા છતાં પણ ભંગ કરનાર વેપારીઓની 74 સીલીંગ કરેલ હતું. જ્યારે 218 દુકાનો બંધ કરવાની કડક કાર્યવાહી પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.