Abtak Media Google News

જમ્મૂ કાશ્મીર અને ઉત્તરાખંડમાં સ્થિતિ વકરી, રોડ રસ્તા બ્લોક થયા ફલાઇટો કેન્સલ થઈ

જમ્મૂ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ફરી સ્થિતિ વકરી છે, હિમાચલમાં બરફવર્ષાને કારણે  રોડ રસ્તા બ્લોક થયા છે  અને ફલાઇટો પણ  કેન્સલ કરવામાં આવી છે.સોમવારે થયેલા ભારે હિમવર્ષાના પગલે જમ્મૂ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રોડ રસ્તા અને હવાઈ માર્ગો તેમજ  પર માઠી અસર પડી છે, તેમજ અમુક ભાગોમાં વીજળી ની સેવા અને પાણીનો સપ્લાઈ પણ ઠપ થઈ જતાં સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.

કાશ્મીર અને જમ્મુના ઉપરી ભાગમાં બરફવર્ષ બાદ શ્રીનગરથી આવતી 68 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી અને શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ચંદ્રકોટ અને બનિહાલની વચ્ચે કેટલીય જગ્યા પર પથ્થર અને માટી ઘસી પડવાથી હાઈવે બંધ કરવો પડ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે 496 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. મનાલી કેલાંગ રોડ બંધ થઈ ગયો છે.

શિમલા, લાહૌલ અને સ્પીતિ અને કિન્નૂર જિલ્લામાં લોકોની રોજીંદી જિંદગી અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. આ જગ્યા પર મોટા ભાગે બરફ પડવાના કારણે બંધ થયા  છે. સાથે જ વીજળીની સપ્લાઈ અને  પર પણ અસર થઈ છે.

હિમાચલમાં અટલ ટનલના દક્ષિણ પોર્ટલ પર 36 ઇંચ હિમવર્ષા થયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે, ત્યારબાદ સોલાંગ ખીણમાં 27 ઇંચથી વધુ હિમવર્ષા થયો છે.

કાશ્મીરમાં, ગુલમર્ગમાં 12 ઈંચ, પહેલગામમાં 8 ઇંચ, કાઝીગુંડમાં 5 ઇંચ હિમવર્ષા થઈ છે; અને શ્રીનગર 5 ઇંચ જેટલો હિમવર્ષા થયો છે.

જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ડોડા, કિશ્તવાડ અને પૂંચ જિલ્લામાં “ઉચ્ચ જોખમ સ્તર” હિમપ્રપાતની ચેતવણી આપી હતી; બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, કુપવાડા, કુલગામ અને રામબન જિલ્લાઓમાં “મધ્યમ જોખમ સ્તર”; અને અનંતનાગ જિલ્લામાં “નીચા ભય સ્તર” હિમપ્રપાતની ચેતવણી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.