Abtak Media Google News

એસ.જી.વી.પી.ના માધવપ્રિયદાસજી અને બાલકૃષ્ણદાસજી દ્વારા શિબિરાર્થીઓને આશિર્વચનો પાઠવ્યા

નાનપણમાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય,માતા પિતા અને વડિલો પ્રત્યે પૂજય અને આદરભાવ વધે, ભગવાન પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને નિષ્ઠા વધે, તેવા હેતુથી દરવરસે એસજીવીપી ગુરુકુલમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી બાલ  શિબિર યોજાય છે. આ વરસે અમદાવાદ, રાજકોટ, મુંબઇ, વાપી, જુનાગઢ, જામનગર વગેરે સ્થાનોમાંથી 350 ઉપરાતં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સપ્તદિન બાલ શિબિરમાં જોડાયા હતા.શિબિરાર્થી વિદ્યાર્થીઓને દરરોજ પ્રાત: પૂજાપાઠ,યોગાસન, હોર્સ રાઇડીંગ, જુદી જૂદી રમતો, ભગવાન તથા મહાપુરુષોના જીવન ચરિત્રોના પ્રસંગો કહેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શા.ભકિતવેદાંત સ્વામી, શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામી એ માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવની વિગતથી વાતો કરી હતી.સત્સંગ પ્રચારાર્થે ફરતા માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ શિબિરાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.શિબિરાર્થી છાત્રોએ જ્યારે પીરામીડ અને યોગાસનોના દિલધડક કાર્યક્રમો રજુ કર્યા ત્યારે સૌ કોઇ વાલીઓએ તાલીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓને વધાવ્યા હતા. શિબિરાર્થી છાત્રોની તમામ વ્યવસ્થા જાળવા બદલ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શા.ભકિતવેદાંતસ્વામીઅને શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામીને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા અને શિબિરમાં અન્ય વ્યવસ્થા જાળવા બદલ અન્ય વિદ્યાર્થીઓને પણ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ફુલથી વધાવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.