કાલથી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ: 12 દિવસ ગુજરાતમાં  સ્પોર્ટસનો જલ્સો

  • ટોચઓફ યુનીટીથી રાષ્ટ્રીય રમતોત્સવનોઆરંભ થશે દેશના 1 હજારથી વધુ કલાકારો પરર્ફોમ કરશે: કાલ ઓપનીંગ સેરેમની
  • 6 મહાનગરોમાં  36 ગેમ્સમાં 7 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે

રાજયમાં આવતીકાલથી 10 ઓકટોબર સુધી  36મી નેશનલ યોજાવા જઈર હી છે.  ગુજરાતના   6 મહાનગરમાં 36 જેટલી રમતો માટે  7 હજારથી વધુ ખેલાડી ભાગ લેવાના છે. અમદાવાદના મોટેરા  ખાતે  નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં નેશનલ ગેમ્સમાં  ભવ્યાતીભવ્ય ઉદઘાટન સમારંભ યોજાશે જેમાં  વડાપ્રધાન નરેનદ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. 12 દિવસ માટે ગુજરાત  સ્પોર્ટસમય બનવા જઈ રહ્યું છે ત્યારે  36 મી નેશનલ ગેમ્સની ઓપનીંગ સેરેમની માટે  તમામ આખરી ઓપ અપાઈ ચૂકયો છે.  આ કાર્યક્રમમાં  જાણીતા બોલીવુડ સીંગર શંકર મહાદેવન અને  તેમના પુત્રો  સિર્ધ્ધાથ તથા  શિવમ મહાદેવન અને  સીંગર મોહીત ચૌહાણ લાઈવ કાર્યક્રમમાં  પરર્મોન્સ કરશે ઓપનીંગ સેરેમની  સમયે  સ્ટેડીયમમાં  5 હજારથી વધુ ખેલાડીઓ માર્ચ પાસ્ટ કરશે. સરદારપટેલને  ટ્રીબ્યુટી આપતા  ટોચઓફયુનીટીને સમગ્ર રાજયમાં ફેરવ્યા બાદ તે ઓપનીંગ સેરેમનીમાં પ્રજવલીત  કરવામાં આવશે એક રાષ્ટ્રીય અને એક  આંતરરાષ્ટ્રીય  ખેલાડી તેમ બે  એથ્લીટ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને  ટોચઓફ યુનીટી સોપશે.

36મા નેશનલ ગેમ્સની 16 જેટલી રમતો  અમદાવાદના  આઠ સ્થળો પર  યોજાશે. સાબરમતી રીર્વફ્રન્ટ, કાકરીયા  સ્ટેડીયમ,  સાહીબાદ પોલીસ સ્ટેડીયમ,  સંસ્કાર ધામ,  રાઈફલ કલમ,  ક્રાઉન શુટીંગ અને  સ્પોર્ટસ એકેડેમી ખાતે  રમતો યોજાશે. નેશનલ ગેમ્સને લઈને  અમદાવાદ આખામાં બાન્ડીંગ  કરવામાં  આવ્યું છે. અને  એરપોર્ટ પર ખાસ હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે.  રમતના તમામ સ્થળો પર  સીસીટીવી કંટ્રોલ રૂમ અને સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. દરેક લોકેશન પર  સાઈનબોર્ડ પણ  મૂકવામા આવ્યા છે.  દરેક રમતવીરનેલાવવા અને લઈ જવા માટે  અમદાવાદમાં  200 જેટલી ઈલેકટ્રીક બસો પણ   મૂકવામાં આવી છે.કુળ  8 જેટલા સ્થળોએ  અલગ અલગ રમતો યોજાવાની છે.  ત્યારે ખેલાડીઓને આવવા અને જવા માટે  તકલીફ ન પડે  તે માટે  તમામ  8 જગ્યાની  નજીકમાં આવેલી   થ્રી અને ફાઈસ્ટાર હોટલોમાં ખેલાડી તેમજ તેના કોચ,  સ્પોર્ટસ સ્ટાફ વગેરે રોકાશે. નેશનલ ગેમ્સ માટે  એક કમીટીની પણ રચના કરવામાં આવી છે. જેના માટે  પ્રીન્સીપલ સેક્રેટરી મહેશકુમારની નિમણુંક કરવામાં આવી છે.  6 શહેરોમાં અલગ અલગ  આઈૅએ.એસ અધિકારીઓને  જવાબદારી સોપવામાં આવી છે.

કયાં રમાશે  કઈ ગેમ્સ?

  1. અમદાવાદ: તીરંદાજી, ફૂટબોલ,  શુટીંગ, કાઈકીંગ, કબડ્ડી,  ટેનીંસ,  રોવીંગ ગ્લોફ, ટ્રાએથ્લોન, રોલોરસ્કેટીંગ, રગબી, બોકસીંગ, સોફર્ટ ટેનીંસ,
  2. ગાંધીનગર: સ્કોવશ, સાઈકિંલંગ,  એથ્લેટીંક,  વુશુ, વેઈટલીફટીંગ,  ખો-ખો,  યોગાસન,  રેસલીંગ,
  3. સુરત: જીમનાસ્ટીક, બેડમીન્ટન,  બીચ વોલીબોલ,  બીચ હેન્ડબોલ,
  4. વડોદરા:  જુડો,  ટેબલટેનીસ, હેડ બોલ, મલખમ,
  5. ભાવનગર:  વોલબોલ,  નેટબોલ, બાસકેટબોલ,
  6. રાજકોટ:  એકવેટીકસ અને હોકી