ફટાકડામાં ભાવવધારાની દિવાસળી છતા તેજીની આતશબાજી

અબતક, રાજકોટ

‘અબતક’ રાજકોટ બે વર્ષથી કોરોનાને હિસાબે દિવાળીનો તહેવાર ફિકો  જાઇ છે. ત્યારે આ વર્ષ રંગીલું રાજકોટ ફરી જગમગી ઉઠયું છે.ત્યારે ફટાકડાની બજારમાં પણ આ વર્ષે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ફરીથી ફટાકડાનું વેચાણ શરુ થતા વેપારી અને લોકોમાં આનંદની લાગણી દેખાઇ રહી છે. આ વર્ષ ફટાકડાની બજારમાં ઇકોફેન્ડલી ફટાકડા પર લોકોનું ઘ્યાન આર્કષીત કર્યુ છે.માર્કેટમાં પિયાથી લઇ પંદર હજાર સુધીની રેન્જનાં ફડાકડાનું વેચાણ થઇ રહ્યું છે.ફટાકડાની બજાર લોકોથી ભરાતા વેપારીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. પર્યાવરણ માટે જોખમી અને ભારત સાથે વારમવારા ધર્ષણમાં ઉતરનાર ચીનનાં ફટાકડા ન વેચવાનો નિર્ણય સ્વયંભુ વેપારી સંગઠન દ્વારા લેવામાં આવ્યો હતો.

રાજકોટમાં દિવાળી પૂર્વે ફરી એકવાર ફટાકડાની માર્કેટ ધમધમી ઉઠી છે.

કોરોના કાળમાં શુમશામ રહ્યા બાદ ખાસ કરીને સદર બજારમાં લોકોની ભીડ જામતા વેપારીમાં પણ હર્ષો ઉલ્લાસની લાગણી દેખાઈ રહી છે. તો બીજી તરફ હક્વે મકરકેટમાં આવતી અવનવી ફટાકડાની વેરાયટીઓ પણ ગ્રાહકોને આકર્ષણ કરી રહી છે.

અમુક એરીયામાં જઇ ઘ્વની પ્રદુષણ માપવાની કામગીરી ચાલુ રહેશે: બી.એમ. મકવાણા

બી.એમ. મકવાણા પ્રાદેશિક અધિકારી ઇન્ચાર્જ જી.પી.સી.બી.એ જણાવ્યું હતું કે ફટાકડા ફુટવાથી અવાજનું પ્રદુષણ અને વાયુ પ્રદુષણ થાય છે. ફટાકડામાં અવાજ ઓછો આવે અથવા નહીંવત આવે અને ઓછું પ્રદુષણ થાય એવા ફટાકડાને ગ્રીન ફટાકડા કહેવાય છે અને જે પહેલા વેચાતા રેગ્યુલર ફટાકડામાં અવાજનું પ્રદુષણ અને હવાનું પ્રદુષણ થતું હતું હવે જે વેચાઇ છે એ ગ્રીન ફટાકડા વેચાય છે. દિલ્હી હાઇકોર્ટ એ રેગ્યુલર ફટાકડા પર પ્રતિબંધ મુકયો છે. જેનું કારણ હવાનું પ્રદુષણ અને અવાજનું પ્રદુષણ છે. લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરી આ  રેગ્યુલર ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

દિવાળીના તહેવાર પર જી.પી.સી.બી. દ્વારા અમુક એરીયાની અંદર અવાજનું પ્રદુષણ માપીયે છીએ. આ વખતે પણ અવાજનું પ્રદુષણ માપવાની કામગીરી ચાલુ રહેશે. અમુક એરીયામાં જઇ અમારા સ્ટાફ દ્વારા અવાજ મપાશે.

પાંચ ગીચ સ્થળોએ ફાયર ચોકી ઉભી કરવામાં આવશે: આઇ.વી. ખેર (ચીફ ફાયર ઓફીસર)

દિવાળીના તહેવાર અનુવયે દર વર્ષની જેમ શહેરમાં બે દિવસ ગીચ વિસ્તારમાં પરાબજાર, પંચાયત ચોક, નાનામૌવા, સંતકબીર રોડ, આવા પાંચ વિસ્તારોમાં ફાયર ટેન્ડર એટલે ફાયર ચોકી ઉભી કરીશું જેમાં ફાયરનો સ્ટાફ, ડ્રાઇવર, વેહીકલ સ્ટેન્ડબાઇ રહેશે. તે સિવાય તમામ ફાયરનો સ્ટાફ બે દિવસ સ્ટેન્ડબાઇ રહેશે. તે સિવાય અત્યારે જે ફટાકડાનો સ્ટોલ કરેલ છે. તેનું પણ ચેકીગ હાથ ધરેલ છે.

ગ્રીન ફટાકડાએ ગ્રાહકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ:ફટાકડાના ધૂમ વેંચાણથી શરુ થતા વેપારીઓમાં આનંદની લાગણી 

હાલમાં આ દિવાળીએ ૯૮ જેટલી અરજીઓ આવેલ છે. જે હંગામી ફટાકડાના સ્ટોલ કરે છે તેમાં આગસ એક સ્પ્લોસીવના ફટાકડાના સ્ટોલ માટેના પૈસા ભરવામાં આવે છે ત્યાર બાદ એમને પંડાલ કર્યા હોય તો અમારા એરસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પંડાલની પરવાનગી હોય ત્યાર બાદ ફાયર સેફટી સ્ટાફ દ્વારા જે તે એરીયાના સ્ટેશન ઓફીસર દ્વારા સ્થળ મુલાકાત લઇને ફાયરના સાધનનું ચેકીંગ કરી એન.ઓ.સી. આપવામાં આવે છે. દિવાળીના તહેવારમાં કોઇપણ કર્મચારી રજા પર હોતા નથી બે દિવસ સતત સ્ટેન્ડ બાઇ સ્ટેશન પર હાજર રહી ડયુટી કરે છે.

 

ફટાકડા વગરની દિવાળી એકદમ ફીકી: નરેન્દ્રભાઇ કેશરીયા(વેપારી)

આ વ્યવસાયમાં હું ૬૯ વર્ષથી સંકડાયેલો  છું. વેપારી પાસેથી લોકોની અપેક્ષા સારી વસ્તુ અને એ વ્યાજબી ભાવે મળે અમે વ્યાજબી ભાવે અને સારી વસ્તુ વેચીયે છીએ, ગ્રાહક લાગણી જોઇએ છે. એટલે જ ગ્રાહક બીજીવાર આવે છે. બે વર્ષથી દિવાળીના તહેવારમાં કોરોનાંની બીમારી નડતી હતી. જો ગુજરાતમાં પણ ફટાકડા ઉપર પ્રતિબંધ આવે તો સરકારને રજુઆત કરીશું. કેમ કે હિંદુનો મોટો તહેવાર દિવાળી છે.  હિન્દુનો તહેવાર દિવાળી વગરનો ફિકો લાગે લોકો આનંદ અને મનોરંજન માણે છે. અને દિવાળી પર ફટાકડા એક રાત પુરતા ફુટે છે. અને જે આ પોલ્યુસન થાય છે તે જીવાત મારવા માટે પણ કામ લાગે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારેએ તો આ જરુરી છે. ફટાકડા વગરની દિવાળી દિવાળી જેવું જ ન લાગે રોશની જ ન હોઇ અવાજ ન હોય રોનક નહોય તો દિવાળી ફીકી લાગે. પબ્લીક ઉપર અસર ગુમસુમ રહે અને દિવાળી જેવો માહોલ ન લાગે.

૭૫ ડેસીબલથી વધુ અવાજ કાન માટે નુકશાનકારક: વી.ડી. બાલા (નવરંગ નેચર કલબ)

દિવાળીનું મહત્વ ભગવાન રામ લંકાથી વિજય પ્રાપ્ત કરી અને અયોઘ્યા આવ્યા એની ખુશાલીમાં એ જમાનામાં દિવા પ્રગટાવીને ઉજવણી કરી ધીમે ધીમે ફટાકડા આવ્યા સામાન્ય અવાજવાળા ફટાકડા ફોડી ખુશી વ્યકત કરે છે. જો આ રીતે ખુશી વ્યકત થતી હોય તો તે સારી બાબત છે. પણ આજના સમયમાં જે ફટાકડા મોટા અવાજવાળા ફોડવામાં આવે છે. કે જેનાથી નાના બાળકો એના ડરી જાય છે. અને વૃઘ્ધોને પણ એનાથી તકલીફ પહોંચે છે. ખાસ મોડી રાત્રે ફટાકડા ન ફોડવા જોઇએ. પક્ષીઓ અને વડીલોનો આરામનો સમય છે. એમાં ખલેલ પહોંચે છે. આકાશમાં જઇને મોટી રોશની સાથે મોટા અવાજના ફડાકડા ખુબ અવાજ કરે છે. જેના લીધે પક્ષીઓને ખુબ તકલીફ પહોંચે છે.

૭૫ ડેસીબલથી વધારે અવાજ કાનને નુકશાન કરે છે. વધારે ઘોધાટ વાળા અવાજમાં રહેતા લોકો તાણમાં જીવે છે. અને આવી જગ્યાએ ક્રાઇમ પણ વધુ થાય છે. એટલે આપણે વધુ અવાજના ફડાકડા ફોડવા જોઇએ.હવાનું પ્રદુષણ થાય છે ઘણા લોકોનું માનવું છે કે ફટાકડા ન ફોડી તો ખુશી કઇ રીતે વ્યકત કરવી મારુ એવું માનવું છે કે તમારી પાસે જે છે તેની વહેચણી કરો એજ મોટી ખુશી છે.

લોકો નહી માને કે થોડા જીણા મોટા અવાજના ફટાકડા ફોડવા જોઇએ પણ વધુ અવાજના ફટાકડા ફોડવા ન જોઇએ. કુદરત એ એક ભગવાન છે. પર્યાવરણને કે પક્ષીને ખલેલ પહોચાડવી એ ભગવાનને ખલેલ પહોચાડવા સમાન છે.