Abtak Media Google News

ચોપડે જિલ્લામાં 1986 પૈકી 378 બેડ ખાલી, બીજી તરફ દર્દીઓમાં હોસ્પિટલો હાઉસફુલ હોવાનો દેકારો 

બેડની સ્થિતિ જાણવા આ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો

9499804038, 9499806486, 9499801338

9499806828, 9499801383

 

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવાના પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલમાં એક અઠવાડિયા સુધીમાં 390 બેડ વધારી દેવામાં આવશે જેથી સમરસ હોસ્ટેલમા કુલ 500 બેડની વ્યવસ્થા હશે. બીજી તરફ જિલ્લામાં ચોપડે 378બેડ ખાલી દર્શાવવામાં આવ્યા છે. અને સામે દર્દીઓ દ્વારા હોસ્પિટલો હાઉસફૂલ હોવાના આક્ષેપો થયા છે.

હાલની બેડની સ્થિતિ જોઈએ તો પીડિયું હોસ્પિટલમાં 590 બેડ અને 201 વેન્ટિલેટર છે. જ્યાં હાલ 503 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી 87 બેડ ખાલી છે.  ઇએસઆઇએસમાં 41 બેડની વ્યવસ્થા છે. જ્યાં તમામ 41 બેડ ખાલી હાલતમાં છે. કેન્સર હોસ્પિટલમાં 192 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાંથી 177 બેડ ઓક્સિજનની સુવિધાવાળા છે. કુલ 160 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. બાકીના 32 બેડ ખાલી છે. ગોંડલમાં 54 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી 47નબેડ ઉપર દર્દી સારવાર હેઠળ છે. બાકીના 7 બેડ ખાલી છે. જસદણમાં 24 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી 24 બેડ ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે. અહીં એક પણ બેડ ખાલી હાલતમાં નથી.  ધોરાજીમાં 70 બેડ છે. 41 બેડ ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે બાકીમાં 29 બેડ ખાલી હાલતમાં છે.  આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમા 905 બેડ અને 244 વેન્ટિલેટર છે. 661 બેડ ઉપર ઓક્સિજનની સુવિધા છે. જેમાં હાલ 833 બેડ ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે જેથી 72 બેડ ખાલી છે.

આમ જિલ્લામાં કુલ 1986 બેડની વ્યવસ્થા છે. હજુ પણ બેડ વધારવા માટે પ્રયાસો ચાલુ છે. કુલ 1631 બેડમાં ઑક્સિજનની સુવિધા છે. જિલ્લામાં કુલ 445 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હાલ 1608 દર્દીઓ સારવારમાં છે. 378 બેડ ખાલી હાલતમાં છે. વધુમાં હાલ સમરસ હોસ્ટેલમાં 110 બેડ છે.

આ તમામ ખાલી છે. અહીં 100 બેડમાં ઓક્સિજનની સુવિધા શરૂ થઈ ગઈ છે. વધુમાં અહીં એક અઠવાડિયામાં વધુ 390 બેડની વ્યવસ્થા કરી દેવાશે એટલે અહીં કુલ 500 બેડની વ્યવસ્થા ગોઠવાશે. આ ઉપરાંત જરૂર પડયે રેલવે અને વીમા કામદાર હોસ્પિટલને પણ ઉપયોગમાં લઈને તંત્ર દ્વારા ત્યાં કોરોનાની સારવાર માટે બેડ ગોઠવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.