Abtak Media Google News

ભારતની સંસ્કૃતિએ સમગ્ર વિશ્વમાં તેને અનોખું સ્થાન અપાવ્યું છે. પણ સમય જતા આ સંસ્કૃતિથી અંતર વધી રહ્યું છે. સામે ગુનાખોરીનું પ્રમાણ પણ વધતા આખા દેશને બદનામી સહન કરવાનો વારો આવી રહ્યો છે. દેશમાં બળાત્કારોની વધતી ઘટનાએ આખા દેશ ઉપર લેબલ લગાવી દીધું છે.

અમેરિકાએ ભારતમાં પ્રવાસ ખેડનારા ઉપર બળાત્કાર અને ત્રાસવાદનો ભય હોવાનું એલર્ટ આપ્યું

અમેરિકાએ તેના નાગરિકોને કોવિડની પરિસ્થિતિ સામે ભારતનો પ્રવાસ કરવા સામે પુન: વિચારવા સલાહ આપી છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જણાવાયું છે કે ગુનાખોરી અને ત્રાસવાદનો પણ ભય છે. હાલમાં જ અમેરિકાના સેન્ટ્રર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ ભારત માટે ટ્રાવેલ હેલ્થ લેવલ-3 ઇશ્યુ કરી છે અને તે કોવિડના સંદર્ભમાં એક ગંભીર ચેતવણી ગણાય છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે, ભારતમાં તમને કોવિડનું સંક્રમણ લાગી શકે છે અને તમે જો અમેરિકી ફેડરલ ઓથોરિટી દ્વારા માન્ય વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો થોડા લક્ષણો ઓછા હોઇ શકે છે તેમ છતાં વેક્સિનેટેડ અને અનવેક્સિનેટેડ બંને પ્રકારના અમેરિકનોએ ભારતનો પ્રવાસ કરતા પહેલા વિચારવું જોઇએ.
લેવલ-3 એડવાઇઝરીમાં ભારતમાં ગુનાખોરી અને ત્રાસવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે જમ્મી કાશ્મીરમાં ત્રાસવાદ અને નાગરિક અશાંતિ છે. ભારત-પાકિસ્તાનની સરહદના 10 કિલોમીટરના અંતરમાં સશસ્ત્ર અથડામણની શક્યતા છે અને તેથી સાવધ રહેવું જોઇએ.
અમેરિકાની આ ચેતવણીમાં એવું દર્શાવ્યું છે કે, બળાત્કાર એ ભારતમાં સૌથી ઝડપી વધતી જતી ગુનાખોરી છે અને તે ખુદ ભારત સરકારે જણાવ્યું છે. હિંસક ગુનાખોરી જેમ કે જાતીય હુમલોએ પ્રવાસન અને અન્ય સ્થળોએ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.