‘જૈનમ્ નવરાત્રિ’ મહોત્સવમાં ત્રીજા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠ્યાં

ત્રીજા નોરતે સોની સમાજનાં આગેવાનો દ્વારા માંની આરતી: ચોથા નોરતે ચુડી, બીન્દી તથા સાફા પાઘડીની સ્પર્ધા અને દુપટ્ટા સનગ્લાસ થીમ રહેશે

સતત પાંચમા વર્ષે એ જ નિયત સ્થળ ઉપર જૈન સમાજનાં ભાઈ – બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન જૈનમ દ્વારા કરવામાં આવ્યું છે , માત્ર જૈન સમાજનાં લોકો દ્વારા જૈન સમાજનાં ખેલૈયાઓ માટે આ સુંદર આયોજનને હવે કોઈ ઓળખાણની આવશ્યકતા નથી . લોકોનાં હૃદયમાં આગવી વ્યવસ્થા , સુરક્ષીત વાતાવરણ , પારીવારીક માહોલ , રમવા માટેનું સુંદર ગ્રાઉન્ડ , લેટેસ્ટ લાઈટસ એન્ડ સાઉન્ડ ઈફેકટ, ખ્યાતનામ સાંજીદાઓનાં સથવારે ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ સાથેનું આયોજન જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે .

તા .28 ને બુધવારના રોજ ત્રીજા નોરતે  સૌનીસમાજનાં આગેવાનોનાં હસ્તે આરતી કરવામાં આવી હતી . જેમાં સોની સમાજના   વર્ષાબેન રાણપરા , રાજેશભાઇ ફીચડીયા , અશ્વીનભાઇ ફીચડીયા, હસુભાઇ આડેસરા , વસંતભાઇ ફીચડીયા , હરેશભાઇ આડેસરા , કિશોરભાઇ આડેસરા , ભુપેન્દ્રભાઇ આડેસરા , ગુણુભાઇ ફીચડીયા, કમલેશભાઇ પારેખ, ગોપાલભાઇ પારેખ, ભરતભાઇ પારેખ , સુરેશભાઇ ફીચડીયા, સતીષભાઇ લોબરીયા , કેતનભાઇ પાટડીયા, અલ્પાબેન સોની, હસમુખભાઇ આડેસરા, કિશોરભાઇ આડેસરા, દુર્ગેશભાઇ આડેસરા, અશ્વીનભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતી કરેલ હતી .

જૈનમ નવરાત્રીના ત્રીજા નોરતે જૈનમ ખેલૈયાઓની રમતને માણવા દામીનીબેન કામદાર, મનોજભાઇ અનડકટ, પંકજભાઇ ડેલાવાળા, ધીમંતભાઇ કોઠારી , આઉટ ઓફ ધ બોકસ ના પુનિતભાઇ, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, વિભાસભાઇ શેઠ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં . ત્રીજા નોરતે જૈનમ દ્વારા ગરબા અને આરતી કોમ્પીટીશનમાં ઘણા બધા ખેલૈયાઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો . અને વિજેતાઓને ઇનામ મહેમાનોના હસ્તે આપવામાં આવેલ હતું. ઉપરાંત દરરોજ ખેલૈયાઓ વચ્ચે ચાર લકકી ડ્રો કરવામાં આવેલ . જેના વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ હતાં .

ત્રીજા નોરતે સીનીયર પ્રીન્સેસ તરીકે શ્રુતિ કોઠારી , દિપ્તી વાધર ઉપરાંત સીનીયર પ્રીન્સ વેલ ડ્રેસમાં સ્મીત મહેતા , રક્ષીત ગાંધી , પુષ્પક જૈન તેમજ સીનીયર પ્રીન્સેસ વેલડ્રેસ તરીકે જલ્પા દેસાઇ , પ્રેક્ષા શાહ , ધારા કામદાર તેમજ જુનિયર પ્રિન્સ તરીકે પ્રેમ દફતરી, વર્ધન ઘેલાણી , રક્ષીત વોરા અને જુનિયર પ્રીન્સ તરીકે લાખાણી મૃણાલ , ધ્વનિ મહેતા અને કેશવી મહેતા જુનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં શાહ આરવ, દોશી હિતાર્થ , શાહ નિર્મીત , તેમજ જુનિયર પ્રીન્સ વેલડ્રેસમાં માહી હપાણી , સુહાની કોઠારી , હીર શાહ ને વિજેતા જાહેર કરી ઈનામો આપી નવાજવામાં આવેલ હતા. જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક , અમિતભાઇ રાણપરા , ભાવનાબેન બગડાઇ , ઉષ્માબેન વાણી તેમજ પ્રશાંતભાઇ પૂજારા , ઇશાન કાથરાણી , ધારાબેન પારેખ , બીનીતાબેન કાલરીયાએ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી