Abtak Media Google News
  • જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામની સીમ વિસ્તારમાંથી જુદી જુદી બે કાર મારફતે લઈ જવાતો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો
  • ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા ખોજાબેરાજા- ચેલાગામ- કોડીનાર તેમજ કુતિયાણાના ચાર દારૂના ધંધાર્થીઓની અટકાયત
  • નાની મોટી ૧૨૧૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી, મોબાઈલ ફોન, કાર સહિત રૂપિયા ૧૧.૦૮ લાખ નો મુદ્દામાલ કબજે કરાયો

જામનગર ન્યૂઝ : જામનગર તાલુકાના લાખાબાવળ ગામ અને ચાંપાબેરાજા ગામ તરફ જવાના રસ્તેથી પસાર થઈ રહેલી જુદી જુદી બે કારમાંથી ૧૨૧૨ નંગ ઇંગ્લિશ દારૂની નાની મોટી બાટલીઓનો માતબર જથ્થો પંચકોશી બી. ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે, અને રૂપિયા ૧૧,૦૮,૬૦૦ ની માલમતા સાથે ચેલા, ખોજાબેરાજા, કોડીનાર અને કુતિયાણાં ગામના ચાર શખ્સોની અટકાયત કરી લીધી છે.
જામનગર તાલુકાના લાખાબાવળ અને ચાંપાબેરાજા ગામની વચ્ચેના રસ્તેથી જુદા જુદા બે વાહનો મારફતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ. સી.એમ. કાંટેલીયા અને તેમના સ્ટાફે વોચ ગોઠવી હતી, અને અલગ અલગ બે કારને આંતરી લીધી હતી.

જેની તલાસી લેતાં બંને કારમાંથી જુદી જુદી અને નાની મોટી ૧૨૧૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે ઇંગ્લિશ દારૂ, મોબાઈલ ફોન, કાર વગેરે સહિત કુલ રૂપિયા ૧૧,૦૮,૬૦૦ ની માલમતા કબજે કરી લીધી છે, ત્યારે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા ખોજા બેરાજા ગામના રામ વિક્રમભાઈ ઓડેદરા, ચેલા ગામના ધર્મેશ લાખાભાઈ ખૂંટી, કોડીનાર ના ભવદીપ દિનેશભાઈ અપારનાથી, અને કુતિયાણા પંથકના રોહિત ભરતભાઈ છાસીયા ની અટકાયત કરી લઇ ચારેય સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

સાગર સંઘાણી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.